ગોંડલ રોડ ચોકડીએ 5 કરોડના ખર્ચે બનશે ફુટ ઓવરબ્રિજ, ટેન્ડર પ્રસિધ્ધ

બીગબજાર સર્કલ અને અમિન માર્ગના કોર્નર પર પણ ફુટ બ્રિજ બનશે
રાજકોટમાં સળક જાણે સાંકળા બનતા જાય છે અને ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે. શહેરની અંદરના રાજમાર્ગો અને ચોકમાં તો વિકરાળ પ્રશ્ન છે જ પણ રાજકોટના પ્રવેશદ્વાર પર પણ આવી જ હાલત છે. એ પૈકી ગશહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો ઉપર પગપાળા જતાં લોકો માટે ફૂટબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ બીગબઝાર સર્કલ અને અમિન માર્ગ રોડ કોર્નર પર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે જ્યા સવારથી મોડી રાત સુધી ચક્કાજામ જેવી હાલત સર્જાય છે તેવી ગોંડલ ચોકડી રૂા. 5 કરોડના ખર્ચે સાંઢિયાપુલ પુરો થાય તે સ્થઈળે ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનપા દ્વારા વોર્ડ નં. 13માં ગોંડલ રોડ ઉપર સાંઢિયાપુલ પુરો થાય છે ત્યાાં ગોંડલ ચોકડી પર પાંચ કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રીજ બનાવવા માટે ટેન્ડાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ ગોંડલ ચોકડી ખાતે પેસેન્જપરોની અવર જવર રહેતી હોય છે. બન્ને સાઈડ બસમાંથી ઉતર્યા બાદ મુસાફરોએ રોડ ક્રોસ કરવો પડે છે. જેના લીધે સતત ટ્રાફિક હોવાથી અવાર નવાર અકસ્મારતોના બનાવો બની રહ્યા છે. જેના નિવારણ માટે સર્વે કર્યા બાદ કોર્પોરેશને આ સ્થોળે ફૂટ ઓવરબ્રીજની જરૂરિયાત લાગતા હવે ટેન્ડાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના વેસ્ટવ અને ઈસ્ટ ઝોન માંથી અમદાવાદ તરફ તેમજ ગોંડલ તરફ જતાં મુસાફરોનો આ ચોકડી ઉપર ભારે ધસારો રહે છે. જેથી રોડ ક્રોસીંગ કરવા માટે ફૂટ ઓવરબ્રીજ તૈયારકરવામાં આવશે. મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ બીગબઝાર સર્કલ તેમજ 150 ફૂટ રીંગ રોડના અમિન માર્ગ કોર્નર ઉપર બે ફૂટ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ થઈ ચુકી છે અને હવે ગોંડલ ચોકડીએ બ્રીજ માટે ટેન્ડનર પ્રક્રિયા હાથ ધરાઈ છે.

રિલેટેડ ન્યૂઝ