અંજારના વરસાણાની આશાપુરા હોટલના પાર્કિંગમાં ટ્રકમાંથી 2.06 કરોડનો દારૂ ઝડપાયો

ટ્રકમાં ચોખાની બોરી નીચે છુપાવેલો 30,045 બોટલ વિદેશી દારૂ સહિત 2.37 કરોડનો મુદ્દામાલ કબજે કરતી એસએમસી

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબીના માળીયા ભીમાસર ચાર રસ્તા નજીક સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં દરોડો પાડી રૂ.1.38 કરોડની વિદેશી દારૂ બોટલ નંગ 19068 સાથે ડ્રાઈવર-કલીનરને પકડ્યાનાં ગણતરીના કલાકોમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કચ્છના ભચાઉ હાઇવે અંજારના વરસાણા નજીક આશાપુરા હોટલ ના પાર્કિંગમાં ચોખાની બોરીની આડમાં ટેકમાં છુપાવેલો 2.06 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગુજરાત,સૌરાષ્ટ્ર કચ્છ,કાઠીયાવાડમાં દારૂની હેરાફેરી અટકાવવા એસએમસીના વડા નિર્લિપ્ત રાયની સુચના અને યુવા એસ.પી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પી.એસ.આઇ આર બી વસાવા અને ટીમ કચ્છ ભચાવ હાઈવે પર નીકળી હતી પંથકમાં પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે દરમ્યાન અંજારના વરસાણા નજીક હોટેલ આશાપુરાના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રક આર જે 06 બી 1477માં ચેક કરતા પ્રથમ 440 જેટલી ચોખાની બોરી મળી આવ્યા બાદ તેની નીચે છુપાવેલો 30,045 બોટલ દારૂ કિંમત રૂપિયા 2,06,72000નો કબજે કરી દારૂ ચોખાની બોરી, ટ્રક, સહિત કુલ 2,37, 66,000ના મુદ્દામાલ કબજે કરી પ્રાથમિક તપાસ હાથ ધરતા આ દારૂ પંજાબના ભટીંડાથી સપ્લાય કર્યાનું સામે આવતા ચાર આરોપી સામે ગુનો નોંધી તપાસનો દોર આગળ વધાર્યો છે આ અંગેની કામગીરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ના પી.એસ.આઇ આર બી વસાવા અને ટીમ જોડાઈ હતી.

24 કલાકમાં એસએમસીએ કચ્છમાં આવતો બીજો જથ્થો પકડ્યો
માળીયા મીયાણા ભીમાસર નજીક સ્વાગત પેટ્રોલિયમમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 1.38 કરોડનો 19068 બોટલ વિદેશી દારૂ ઝડપી લેતી એસએમસી 1.63 કરોડના મુદામાલ સાથે રાજસ્થાની ડ્રાઈવર-કલીનરની ધરપકડ કર્યાના 24 કલાક માં એસએમસીએ બીજો દરોડો પાડી અંજાર ના આશાપુરા હોટલના પાર્કિંગમાંથી 2.06 કરોડનો 30,045 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ