રાજકોટની લોટરી બજારમાં ફ્રુટના વેપારી પર હિચકારો ખુની હુમલો

15 હજારની ઉઘરાણીમાં ઈભલા તેના ભાઈ સહિતની ત્રિપુટીનું કારસ્તાન: ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો

રાજકોટની લોટરી બજારમાં નાણાંની લેતીદેતીના ડખ્ખામાં અનેકવાર પોલીસ ચોપડે ચડી ગયેલા ઈભલા આણી ટોળકીએ ફ્રુટના વેપારી પર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ખુની હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. પોલીસે આ મામલે હત્યા પ્રયાસ સહિતની કલમો આધારે ત્રિપુટી સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને લોટરી બજારમાં એમ. કે.એસ. નામની ફુટની દુકાન ચલાવતા શબીર રફીકભાઈ શેખ ઉ.વ. 35 એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની દુકાને હતા. આ વેળાએ મોરબી રોડ પર રહેતા નામચીન ઈભલો, તેનો ભાઈ ફિરીયો ઉર્ફે ફિરોજ, અને તોફિક ત્યાં ધસી આવ્યા હતા. આરોપી ઈભલાએ જૂના બાકી નીકળતા 15,000 રૂપિયાની માંગણી કરી ગાળાગાળી શરૂ કરી હતી.
જેથી વેપારી શબીરભાઈએ હાલ રૂપિયા નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કર્યો હતો ફિરીયો ઉર્ફે ફિરોજે વેપારીના વાળ પકડી દુ: બહાર ખેંચી પકડી રાખ્યા હતા,ઈભલાએ લાકડાના ધોકાથી અને તોસિફે લોખંડના પાઈપથી વેપારીને માથા તેમજ શરીરના ભાગે આડેધડ ફટકાર્યા હતા દુકાનનો માણસ રાહુલ વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ પાઈપ-ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી.
હુમલાખોર કુખ્યાત ઈભલાએ શબીરભાઈને આજે તને જીવતો રહેવા દેવો નથી’ તેમ કહી છરી કાઢી થી ગળાપર ઘા કરવાનો પ્રયાસ કરતા શબીરભાઈએ હાથ આડો કરી દેતા છરી કપાળના ભાગે વાગી હતી. આ હુમલામાં વેપારીને નાકમાં ફ્રેક્ચર, માથામાં માઈનોર હેમરેજ અને ત્રણ ટાંકા જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટના બાદ હુમલાખોર ત્રિપુટી નાસી છૂટી હતી, જ્યારે ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એમ આર મકવાણા દ્વારા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ