મિતાણામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો : ઈવનિંગ પોસ્ટમાં કેન્સર અંગે માર્ગદર્શન અપાયું
ઇન્ડિયન મેડિકલ એસોસીએશન (ઈંખઅ) રાજકોટ દ્વારા ડો.જયેશ ડોબરીયા (પ્રેસિડેન્ટ) અને ડો.કૃપાલ પુજારા (સેક્રેટરી) ના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ દિવસમાં હેટ્રિક ત્રણ પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવેલ જેમાંબહોળી સંખ્યામાં જાહેર જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો, અને જરૂરી માહિતી અને સારવાર મેળવી. જેમાં સૌ પ્રથમ ઇન્ડિયન મેડિકલ એસોસીએશન (ઈંખઅ) રાજકોટ અને એસોસીએશન ઓફ ફિઝિશિયન ઓફ રાજકોટ (અઙછ)ના સયુંકત ઉપક્રમે હંમેશા યુવાન કેમ રહેશો? જેવા વિષય ઉપર ડો. જીતેન્દ્ર અઢિયા, ડો.કિન્નરી ગુપ્તા અને ડો. પ્રદીપ કંસાગરા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવેલ આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે તેમાં શું માપદંડો છે. સદા યુવાન કેવી રીતે રહેશો? હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ તથા ઓબેસિટી ને કેમ અટકાવી શકશો. આ વિશેનુંસરળ અને સચોટ માર્ગદર્શન ડોક્ટર દ્વારા આપવામાં આવેલ. આ પ્રોગ્રામ તારીખ 7 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રમુખસ્વામી હોલ ખાતે રાજકોટ વાસીઓ માટે તથા આઈ.એમ.એ મેમ્બર્સ માટે નિશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ શિબિરમાં ભાગ લેવા માટે આઈ.એમ.એ પ્રેસિડેન્ટ ડો.જયેશ ડોબરીયા તથા સેક્રેટરી ડો. કૃપાલ પુજારા, એસોસીએશન ઓફ ફિઝિશિયન ઓફ રાજકોટ ના પ્રેસિડેન્ટ ડો.તેજસ કરમટા તથા સેક્રેટરી ડો. અંકુર સીણોજીયા સહિત ની ટીમે આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ અને લોકોએ પણ આ શિબિરને સારી રીતે માણ્યો હતો. બીજા અન્ય મેડિકલ કેમ્પમાં આઈ.એમ.એ રાજકોટ દ્વારા ’આવો ગાવ ચલો’ પ્રોજેક્ટ અંતર્ગત મિતણા ગામ ખાતે તારીખ 8 ફેબ્રુઆરી 2016 ના રોજ સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા એક નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટના ખ્યાતના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટોરોની ટીમ દ્વારા નિશુલ્ક હેલ્થ ચેકઅપ અને બેઝિક રિપોર્ટ નું આયોજન કરવામાં આવેલ.
આ કેમ્પમાં ડો.ગૌતમ માકડીયા (કેન્સર રોગોના નિષ્ણાંત) ની ટીમ, ડો.પાર્થ કટારીયા (પેટ અને આંતરડાની સર્જરીના નિષ્ણાત). ડો.ધ્રુવ કોટેચા (ફિઝિશિયન), ડો.જીત ગાંધી (ઓર્થોપેડિક સર્જન), ડો.જયેશ ડોબરીયા (ફેફસાના રોગોના નિષ્ણાત તથા આઈએમપી પ્રેસિડેન્ટ), ડો. અજય ચારણ (સ્ત્રી રોગ નિષ્ણાત), ડો.યશ કાકડીયા (ઇ.એન.ટીસર્જન), ડો. યજ્ઞેશ પોપટ (બાળકોના રોગોના નિષ્ણાત), અને ડો.ચેતન લાલસેતા (ચામડીના રોગોના નિષ્ણાંત) દ્વારા મીતાણા ગામ તથા આજુબાજુના ગામના લોકોને નિશુલ્ક સારવાર અને તપાસ કરી આપેલ. આસર્વરોગ નિદાન કેમ્પ માટેનું માર્ગદર્શન અને આયોજન આઈ.એમ.એ પ્રેસિડેન્ટ ડો.જયેશ ડોબરીયા તથા સેક્રેટરી ડો.કૃપાલ પુજારા દ્વારા કરવામાં આવેલ. તેમજ અન્ય એક પ્રોગ્રામ અંતર્ગત સિનિયર સિટીઝન લોકો માટે કેન્સર વીક સેલિબ્રેશન ના ભાગરૂપે રાજકોટ સિનિયર સિટીઝન ક્લબ, (ઈવનિંગ પોસ્ટ) ખાતે સંગીત સંધ્યા તથા કેન્સર ના રોગો વિશે સચોટ માર્ગદર્શન અને સારવાર માટે સિનર્જી હોસ્પિટલ ના ડો.શ્વેતા તિલાળાં અને ડો.કૃણાલ કુંડલીયા દ્વારા માહિતગાર કરવામાં આવેલ તેમજ આઈ.એમ.એ પ્રેસિડેન્ટ ડો.જયેશ ડોબરીયા દ્વારા સિનિયર સિટીઝન્સ લોકોએ આ ઉંમરે ઘરમાં તથા બહાર શું કાળજી રાખવી એના માટે વિસ્તૃત નાની નાની બાબતે જાણકારી અપાવી હતી.
