લાઠીમાં વૃધ્ધાએ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ગામના યુવકે તથા લાઠી તાલુકાના નારાયણ નગર ગામે એક વૃધ્ધાએ ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
મોટી કુંકાવાવ ગામે આવેલ રામપરા ચોકમાં રહેતા આર્યન ચીમનભાઇ રાંક નામના 20 વર્ષીય ખેડુત યુવકનો મોબાઇલ તુટી જતા તેમને તેમના પિતા ખીજાશે અને ઠપકો આપશે. તેવું મનમાં લાગી આવતા ગત તા.12 ના રોજ સાંજે 5/30 વાગ્યાના સમયે મોટી કુકાવાવ ગામે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા યુવકનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
જ્યારે બીજા બનાવમાં લાઠી તાલુકાના નારાયણ નગરના ઢોરા વિસ્તારમાં રહેતા ઉજીબેન ઉકાભાઇ રાઠોડ નામના 80 વર્ષીય વૃધ્ધાને કમર તથા પગનાં ગોઠણનો દુ:ખાવો રહેતો હોય જેથી વૃધ્ધાએ દુ:ખાવાથી કંટાળી જઇ પોતાની મેળે પોતાના ઘરે ગત તા.12 ના સવારનાં નવેક વાગ્યાથી અગીયારેક વાગ્યા સમય દરમ્યાન ગળાફાંસો ખાઇ લેતા વૃધ્ધાનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
