એસટી રૂટો બંધ થવાથી લોકો-છાત્રોને હાલાકી
પહેલા બહાનું બતાવ્યું કંડક્ટર નથી, તેમની ભરતી કરાઈ તો કહે, ડ્રાઈવર નથી! : રાજુલા ચેમ્બરે એસટીના અધિકારીઓને રજૂઆત કરી
ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસટી ની નવી બસોની વિવિધ ડિવિઝનોમાં ફાળવણી કરવામાં આવી અને આ ફાળવણી દ્વારા વિવિધ ડેપોમાં નવા રૂટો શરૂ કરવા અથવા તો જે રૂટ બંધ હોય તેને ફરી શરૂ કરવા માટે વિભાગીય નિયામકોને સૂચના પણ આપવામાં આવી પરંતુ આ એસ.ટી.ના અધિકારીઓ દ્વારા કોઈપણ રીતે પોતાની મરજી મુજબ રુટ ચલાવવા આવે છે અને જુના રૂટ શરૂ કરવામાં આવતા નથી અને જે શરૂ છે તેમને પણ બંધ કરવામાં આવે છે
રાજુલા એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા અનેક બસોને લીલી ઝંડી આપી અને નવા રૂટ જે બંધ છે તે શરૂ કરવામાં આવેલ જેમાં સવારના 5:00 વાગ્યાની રાજુલા ભાવનગર તેમજ બપોરના 2.00 વાગ્યાની રાજુલા રાજકોટ તેમજ જુનાગઢ ની બસ શરૂ કરવા માટે પણ ધારાસભ્યના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલી
પરંતુ આ લીલી ઝંડી ફક્ત લોકોને દેખાડવા પૂરતી જ હોય તેવું લોકમુકે ચર્ચા રહ્યું છે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો બકુલ વોરાણા જણાવવા મુજબ રાજુલા એસટી ડેપો મેનેજર તેમજ વિભાગીય નિયામક અમરેલીને આ મામલે મૌખિક લેખિત જાણ કરવામાં આવેલ છે પરંતુ આ અધિકારી દ્વારા રાજકોટની બસ એક દિવસ શરૂ કરી અને એક દિવસ ચાલી તેમ જૂનાગઢની બસ શરૂ કરી અને એક જ દિવસ ચલાવવામાં આવી અને ત્યારબાદ રાજુલાના ડેપો મેનેજર દ્વારા ડ્રાઇવરો નથી તેવું બહાનું બતાવી અને આ રૂટ બંધ કરવામાં આવ્યા ત્યારે ડ્રાઇવરોની નિમણૂક થતા હવે અમારી પાસે કંડક્ટરો નથી એવું બહાનું બતાવવામાં આવે છે અને ત્યારબાદ હવે શિવરાત્રી છે એટલે શિવરાત્રીના મેળામાં ગાડીઓ મૂકી છે આવા અલગ અલગ બહાના બતાવી અને જૂના એસ ટી રૂટ હાલ બંધ જ રાખવામાં આવે છે રાજુલા શહેર ઔદ્યોગિક વિકાસ ધરાવતું શહેર છે રાજુલાની આસપાસ અલ્ટ્રાટેક પીપાવાવ જેવી મહાકાય કંપનીઓ આવેલી છે ત્યારે રાજુલા શહેરમાંથી સુરત મુંબઈ કે કોઈપણ ધાર્મિક સ્થળોએ જવા માટેની એક પણ બસ નથી સરકાર એક બાજુ વિકાસની વાતો કરે છે અને બીજી બાજુ રાજુલા શહેરમાં સુવિધા ના નામે મીંડું દેખાઈ રહ્યું છે રાજુલા થી ભાવનગર જવું હોય તો બપોરના 11 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી એટલે કે ત્રણ કલાક સુધી લોકોને ભાવનગર જવાની બસ મળતી નથી તેવી જ રીતે વેરાવળ કે પોરબંદર જવું હોય ત્યારે 11 .00 વાગે બસ મળે છે અને ત્યારબાદ વેરાવળ પોરબંદર જવા માટે બપોરે 2:00 વાગે બસ મળે છે એટલે કે આ રૂટ પર ચાર કલાક સુધી કોઈ પણ વેરાવળ કે પોરબંદર જવાની બસ મળતી નથી અને જુનાગઢ જવા માટે પણ એક પણ બસ દિવસ દરમિયાન લોકોને મળતી નથી તેમજ જિલ્લો અમરેલી છે ત્યારે અમરેલી જવા માટે સાંજે 5:00 વાગ્યાથી આઠ વાગ્યા સુધી એક પણ બસ મળતી નથી ત્યારે ગામડાનો અવાજ તો કોણ ઉપાડે રાજુલા જાફરાબાદના 30 ગામડા છે જેને કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અભ્યાસ વગડે છે કયા ગામ એસ.ટી એભલવડ પીસડી લોર ધારા બંદર બાબરકોટ વાઢ વારા સ્વરૂપ ભાકોદર ઉસરીયા ધારા ના નેસ ભેરાઈ રામપરા નેસડી શિયાળ જેટી નવાગામ મહુદડા જીજકા ધારેશ્વર ભાક્ષી મોટી ભંડારીયા મોરંગી મોભીયાણા છાપરી.. ડોળીયા બાલાપર મહુન્દ્રા મજાદર વડગામ આવા ગામના વિદ્યાર્થીઓનું શું થતું હશે.
રાજુલા શહેર માટે અતિ ઉપયોગી એવી રેલ્વે સ્ટેશન બરફટાણા થી રાજુલા નવી મેની બસ ઉદ્ઘાટન કરી રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ અને ડેપો મેનેજરના ના હસ્તેશરૂ કરતા 10 દિવસમાં જ આ બસનું બાર મરણ મરણ થયું.
