પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ. ના મેંદરડા પેટા વિભાગ હેઠળ તા. 25.02.26 ના રોજ બાકી વીજબીલ ધરાવતા ગ્રાહકો વિરુદ્ધ વિશેષ મેગા ડિસકનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.આ અભિયાન પૂર્વે બાકીદારોને વ્યાપક જાહેરખબર દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
આજની કાર્યવાહી દરમ્યાન કુલ 323 બાકીદારોના વીજ જોડાણ નિયમ મુજબ કાપવામાં આવ્યા, જેમની કુલ બાકી રકમ રૂ. 9.41 લાખ હતી. સાથે સાથે અભિયાન દરમ્યાન જ 264 બાકીદારોએ તાત્કાલિક ચુકવણી કરી કુલ રૂ.6.12 લાખ ની રકમ જમા કરાવી હતી.
મેંદરડા પેટા વિભાગ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડિસકનેક્શન ડ્રાઇવ નિયમિત અને વારંવાર હાથ ધરવામાં આવશે. તેથી તમામ બાકીદારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક બાકી રકમની ચુકવણી કરી અનાવશ્યક કાર્યવાહીથી બચી રહે.
બાકી રકમની સંપૂર્ણ ચુકવણી થયા બાદ નિયમ મુજબ પુન: જોડાણ આપવામાં આવશે.
