ગીર સોમનાથ જિલ્લાની 690 શાળાઓ તમાકુ મુકત જાહેર કરાઈ

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને આરોગ્ય શાખાની કાર્યવાહી

ગીર સોમનાથ જીલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા દ્વારા જીલ્લાની કુલ 1139 શાળાઓમાંથી 690 શાળાઓ તમાકુ મુક્ત જાહેર કરેલ જેને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા દ્વારા સરકાર ના તમાકુ મુક્ત શાળા કરવાના અભિયાન અર્થે થયેલ સુચના અન્વયે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોય તથા એપિડેમિક મેડીકલ ઓફિસર ડો દિવ્યેશ ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ સોશ્યલ વર્કર દિપ્તી વ્યાસ દ્વારા જીલ્લાની કુલ 1139 શાળાઓમાં સરકાર ની ગાઈડ લાઈન ધ્યાને લઇ શાળાના પ્રિન્સીપાલ અને આરોગ્ય વિભાગના સંકલનથી સ્વ મૂલ્યાંકન કરી 690 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરેલ અને હાલ ચાલી રહેલ શિક્ષણ વિભાગની તાલીમ સાથે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલ્નેશ તાલીમમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ મુક્ત શાળા થવા બદલ શાળાઓને સર્ટીફીકેટ વિતરણ કરી શાળાની ઉમદા કામગીરીને બિરદાવેલ આ કામગીરીમાં શિક્ષણ વિભાગના પ્રાચાર્ય તથા તાલુકાના ટી.પી.ઈ.ઓ તેમજ બી.આર.સી.એ સહયોગ આપેલ હતો સોશ્યલ વર્કર શ્રી દિપ્તી વ્યાસ દ્વારા તાલીમમાં શિક્ષકોને માર્ગદર્શન આપેલ કે, ગીર સોમનાથ જીલ્લાના તમામ ગામ, સમાજ, અને પરિવારના સહયોગથી, આપણે તમાકુના ઉપયોગને ઘટાડવા અને તેની હાનિકારક અસરોને દૂર કરવા માટે દૈનિક કાર્ય કરીએ, જેથી આપણા યુવાનો માં વ્યસન વિરોધી અંગે જાગૃતતા આવે અને તમાકુના વ્યસનની આદતને નકારી શકે, અને સ્વસ્થ જીવન જીવી શકે ગીર સોમનાથ જિલ્લાને તમાકુ મુક્ત કરવા જાહેર જનતા આરોગ્ય વિભાગ વતી અપીલ કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ