માંગરોળ અને વંથલી સી.એચ.સી.ને નવી BLS એમ્બ્યુલન્સ ફાળવાઈ

જૂનાગઢ : જુનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ મજબુત બને અને વધુ અસરકારક રીતે તાત્કાલીક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તે માટે સરકારની યોજનાના અનુસંધાને સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને અંદાજીત રૂ. 32 લાખના ખર્ચે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ગામડા અને દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબીત થશે. જુનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને ફાળવામાં આવેલ બેઝીક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ એ લીલી ઝંડી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ