આવતીકાલે પૃથ્વીની છાયાથી ચંદ્ર લાલ રંગનો થઇ જશે. ચંદ્રોદય બાદ સાંજે 6 વાગ્યાથી તેનો નજારો પૂરા ભારતમાં જોવા મળશે. વૈજ્ઞાનિકોની ભાષામાં તેને ‘બલ્ડ મૂન’ કહેવામાં આવે છે.
આ વખતે બ્લડ મૂન એટલા માટે પણ ખાસ રહેશે કે તે ત્રણ વર્ષ પછી જ દેખાશે. સ્પેસ ફિઝિક્સ (ખગોળ ભૌતિકી) અને ખગોળ વિજ્ઞાન સાથે સંકળાયેલા વિશેષજ્ઞો અને આ દુર્લભ તસ્વીરો જોવા અને સમજવાની તૈયારીમાં લાગી ગયા છે. આવતીકાલે ચંદ્રગ્રહણના સમયગાળામાં પૃથ્વીની છાયામાંથી નીકળતા જ બ્લડ મૂન નજરે પડશે. તે ભારત ઉપરાંત અમેરિકા, એશિયા, જાપાન સહિત અનેક દેશોમાં જોવા મળશે. દુનિયાની લગભગ 75 ટકા વસ્તી આ ખગોળેય ઘટના જોઇ શકશે. ભારતમાં આ બ્લડ મૂન સૌથી પહેલા મણિપુરમાં સાંજે 5-17 વાગ્યા બાદ જોવા મળશે. આસામમાં તે લગભગ 5-30 વાગ્યે નજરે પડશે. સાંજે 6 વાગ્યા પછી તે દેશના મોટા ભાગના વિસ્તારોમાં નજરે પડશે. ત્યારબાદ ધીરે-ધીરે ચંદ્ર પોતાની જૂની રંગતમાં પરત ફરશે. ત્યાર બાદ આ બ્લડ મૂન જાન્યુઆરી-2029માં દેખાવાની આશા છે. બીએચયુ સાથે સંકળાયેલા બનારસના ખગોળ વિજ્ઞાની-વેદાંત પાંડેએ જણાવ્યું હતું કે ગ્રહણ દરમિયાન પૃથ્વીની છાયામાંથી નીકળતો ચંદ્ર લાલ રંગનો નજરે પડશે.
