ઈરાની સેના- પોલીસને શરણે આવવા ચેતવણી; નહીંતર માર્યા જશો: પ્રમુખ ઈરાન પર હુમલા ચાલુ જ રહેશે: ટ્રમ્પનો હુંકાર


જયાં સુધી અમારા લક્ષ્યને હાંસલ ન કરી લેવાય ત્યાં સુધી ત્રણ-ચાર સપ્તાહ ઈરાન પર બોમ્બ વરસાવશું: ઈરાનના 9 યુદ્ધ જહાજ ડુબાડી દેવાયાનો દાવો: વધુ અમેરિકી સૈનિકોના મોતની શકયતા પણ દર્શાવી

વોશિંગ્ટન: અમેરિકા અને ઈઝરાયેલ શનિવારથી ઈરાન સામે શરૂ કરેલા યુદ્ધમાં પ્રથમ 24 કલાકમાં જ ઈરાનના સર્વોચ્ચ વડા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સહિત ઈરાની સેના તથા સરકારના 48 જેટલા ટોચના નેતૃત્વના ખાત્મા અને આ યુદ્ધમાં ઈરાને હવે પુરા મધ્યપુર્વમાં અમેરિકી મથકો અને ઈઝરાયેલ પરના હુમલા આગામી સમયમાં ચાલું જ રહેશે તેવા સંકેત છે. એક તરફ ઈરાને તેના સર્વોચ્ચ વડા અને સેંકડો ઈરાનીઓના મોતનો બદલો લેવાની જાહેરાત કરી છે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે જયાં સુધી અમારા લક્ષ્યોને હાંસલ કરી લેવાશે નહી ત્યાં સુધી ઈરાન પર હુમલા ચાલુ રહેશે. ટ્રમ્પે ઈરાનના હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત થયાનું સ્વીકાર કરવાની સાથે તે પણ વાસ્તવિકતા સ્વીકારી કે હજું વધુ સૈનિકોના બલીદાન લેવાઈ શકે છે. ટ્રમ્પે ઈરાનીયન સૈન્ય અને પોલીસને શરણે આવવા અપીલ કરતા કહ્યું કે જો તમો તેમ કરશો તો પુરી માફી અપાશે. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનના નવ યુદ્ધ જહાજોને ડુબાડી દેવાયા છે તેનું નૌકાદળ સારકામ કરે છે પણ અમોએ તેના નૌકાદળ મથકને ખત્મ કર્યુ છે અને હજુ વધુ જહાજોને તોડી પડાશે. અમોએ ઈરાનમાં રીવોલ્યુશનથી ગાર્ડ અને તેના હવાઈ સુરક્ષાની પ્રણાલી સહિત સેંકડો ટાર્ગેટને ધ્વંશ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે અમો ત્રાસવાદી સેનાને દુનિયાને ડરાવી શકે તેવા શસ્ત્રો હાંસલ કરવા દઈ શકીએ નહી. અમો તેને અણુ શસ્ત્રો હાંસલ કરવા દઈ શકીએ નહી. અમારુ આ આક્રમક ઓપરેશન પુરી ક્ષમતાથી ચાલુ છે અને અમોએ અનેક સ્થળો પર પુરતી માત્રામાં શસ્ત્રો દારુગોળો સંગ્રહ કર્યા છે અને જો તમો શરણે નહી આવે અથવા અમારા લક્ષ્ય હાંસલ ન થાય ત્યાં સુધી હુમલો ચાલુ રહેશે. ટ્રમ્પે હુંકાર કરતા કહ્યું કે હું જે ધારૂ તે કરી શકુ છું. અમારા સૈનિકોના મોતનો બદલો લેવાશે અને તેઓને ખુદજ ઘા મારવામાં આવશે. બીજી તરફ ઈઝરાયેલે પણ ઈરાન પર નિર્ણાયક પ્રહાર કરવા જાહેરાત કરી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુએ જાહેર કર્યુ કે ઈરાનની લડાયક ક્ષમતાને ખત્મ કરાશે. તેઓ ઈઝરાયેલના સંરક્ષણ મથક કીયાના છત પર પહોંચશે. આ જાહેરાત કરી હતી. અમો તહેરાનના મધ્યમાં કરીશું.

રિલેટેડ ન્યૂઝ