મિડલ ઇસ્ટમાં ૯૦ લાખ ભારતીયો સંકટમાં વડાપ્રધાન મોદીએ યુએઇના રાષ્ટ્રપતિ, બહેરીનના કિંગ સાથે વાત કરી

ઇઝરાયેલના વડાપ્રધાનને પણ ફોન કર્યો

આશરે ૯૦ લાખથી વધુ ભારતીયો ખાડી દૃેશોમાં કામ કરે છે. ત્યારે આ ભારતીયોની સુરક્ષા પણ ખતરામાં પડી છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદૃીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદૃીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી અને કહૃાું કે ભારત આ વધતા તણાવ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ખુબ િંચતિત છે.
પીએમ મોદૃીએ રવિવારે રાતે બહેરીનના િંકગ હમદૃબિન ઇસા અલ ખલીફા અન્ો યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદૃ બિન ઝાયદૃ અલ નાહયાન સાથે પણ વાત કરી અને ખાડી દૃેશો પર થયેલા હુમલાની ટીકા કરી. પીએમ મોદૃીએ કહૃાું કે ભારત આ મુશ્કેલ સમયમાં યુએઈ સાથે પૂરેપૂરી એકજૂથતા સાથે ઊભું છે.
પીએમ મોદૃીએ ખાડી દૃેશમાં રહેતા ભારતીય સમુદૃાયની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે યુએઈના રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો અને કહૃાું કે ભારત તણાવ ઘટાડવાનો, ક્ષેત્રીય સુરક્ષા શાંતિ અને સુરક્ષા તથા સ્થિરતાનું સમર્થન કરે છે.

રિલેટેડ ન્યૂઝ