અમેરિકાના ૧૫ યુઅલ ટ્રાન્સપોર્ટ પ્લેન-ચીનુક હેલિકોપ્ટર સહિતની હવાઈ સ્ોના ગલ્ફ રવાના
અમેરિકનોન્ો ગલ્ફ સહિત ૧૬ દૃેશો છોડવા સ્ાૂચના: ઇરાનના રાષ્ટ્રપતિ ભવન પર ઇઝરાયેલનો હુમલો
રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર ઇરાનનો હુમલો:ગલ્ફમાં ૬ અમેરિકી સૈનિકોના મોત
અમેરિકા પર ઇરાન સીધો મિસાઇલ હુમલો કરી શકે છે
ઇઝરાયેલ- અમેરિકા અન્ો ઇરાન વચ્ચેનું યુદ્ધ વધુ ત્ોજ બન્યું છે ઇઝરાયેલે ઇરાનના રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો છે અન્ો ઇઝરાયેલી સ્ોના ઇરાન સમર્થક હીઝબુલ્લા આતંકીઓનો ખાત્મો કરવા લેબ્ોનોનમાં ઘુસી છે. તસવીરોમાં ડાબ્ોથી ઇરાન અને ત્ોના સમર્થક દૃેશોના સામે સમગ્ર મિડલ ઇસ્ટમાં મોનિટરીંગ કરતું ૫૦૦૦ કિ.મી.નું રેન્જ સુધીની વહેલી ચેતવણી આપતું ઉપયોગમાં લેવાના અમેરિકાના ૧-૧ બિલિયન ડોલરની િંકમતના રડાર પર ઇરાન્ો કરેલા બોમ્બમારાથી ક્ષતિગ્રસ્ત થયેલા રડારમાંથી ધૂમાડો નિકળી રહૃાો છે. પછીની તસ્વીરમાં ઇરાનની રાજધાની ત્ોહરાનમાં ઇઝરાયેલે કરેલા હવાઇ હુમલામાં ધરાશાયી થયેલા પોલીસ સ્ટેશનનું સ્થાનિક લોકો નિરીક્ષણ કરી રહૃાા છે. ત્રીજી અને અંતિમ તસ્વીરમાં ઉતરી ઇઝરાયેલના એક શહેર પર ઇરાન સમર્થક બીઝબુલ્લા સંગઠન્ો કરેલા હુમલાથી એક મકાન ક્ષતિગ્રસ્ત થયેલું નજરે પડે છે.
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના આજે ચોથા દિવસે આ યુદ્ધ વધુ ભીષણ બને તેવા સંકેત છે. એક તરફ ઈરાને ગલ્ફમાં રીયાધમાં અમેરિકી દૂતાવાસ પર દુબઈ સહિતના વિસ્તારોમાં હવે ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કુટુંબની માલીકીની સંપતિઓ પર પણ હુમલા કર્યો છે. ગલ્ફમાં વધુ અમેરિકી સૈનિકોના મોત થયા છે તો હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુંકાર કરતા જણાવ્યું છે કે ઈરાને અમારી ચેતવણી માની નથી અને જરૂર પડે અમો ઈરાનમાં સેના પણ ઉતારશું. તેઓએ સીએનએન સાથેની વાતચીતમાં ચેતવણી આપતા જણાવ્યુ કે ઈરાન પર હવે સૌથી મોટો હુમલો કરવા જઈ રહ્યા છે. અમેરિકાથી વધુ લડાયક વિમાનો ચીનુક હેલીકોપ્ટર તથા લડાયક વિમાનોમાં હવામાંજ ઈંધણ ભરી શકાય તેવા નવ રીફયુલર પણ રવાના થયા છે તો બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન શ્રી બેન્જામીન નેતાનયાહુ એ જારી કર્યુ કે અમો હવે યુદ્ધમાં નિર્ણાયક સ્થિતિ બનાવવા જઈ રહ્યા છે. કોઈ યુદ્ધ અંતવિહીન હોઈ શકે નહી. ટ્રમ્પે ઈરાનમાં સતાપલટા અંગેના યુદ્ધના જવાબમાં વહેલા લશ્કરી પગલા પુરા થયા બાદ તે અંગે જારી કરશે તેવુ જણાયુ હતું.
બીજી તરફ ઈરાને પણ ટ્રમ્પનો પડકાર ઉપાડી લેતા કહ્યું કે અમો તૈયાર છીએ. કોઈપણ હુમલાને પહોંચી વળાશે. ઈરાને રીયાધમાં અમેરિકી રાજદૂત કચેરીને નિશાન બનાવી ડ્રોન હુમલો કર્યો હતો અને રાજદૂત કચેરીમાંથી આગ-ધુમાડા નિકળતા જોવા મળ્યા હતા તો ગલ્ફમાં અમેરિકી મથકો પર રીયાધમાં ડિપ્લોમેટીક કવાટર પણ ઈરાનનું નિશાન બન્યા છે.
મધ્યપુર્વેમાં યુદ્ધ ક્ષેત્ર સતત વધી રહ્યા છે તો બીજી તરફ ઈરાનના ટેકામાં મધ્યપુર્વના અનેક સંગઠનો પણ આવી ગયો છે. ઈરાને હીઝબુલ્લા સાથેનું આક્રમણ તેજ બનાવી દક્ષિણ વૈરૂતમાં ભારે બોમ્બમારો કર્યો છે.આ યુદ્ધમાં ઈરાનને પણ તેના નાગરિકોની ભારે ખુવારી સહન કરવી પડી હતી.
ઈરાનના અબ્બાસ કોનાર્ક પોર્ટ સહિતના નૌ સેના મથકો પર અમેરિકાએ ભારે હુમલા કર્યા હતા અને અનેક ઈરાનીયન જહાજોમાં આગ લાગી છે.
ઈરાને વળતા જવાબમાં બહેરીન જયાં અમેરિકાનું સૌથી મોટુ સૈન્ય મથક છે. તેના પર ભીષણ હુમલા કર્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન યાહુએ હવેના હુમલા ઝડપી અને વધુ તેજ હશે તે જાહેર કર્યુ છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ બંધ કરાયો
અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (ૈંઇય્ઝ્ર) એ સોમવારે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી. સૈન્યએ ચેતવણી આપી હતી કે સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજમાં આગ લગાવી દૃેવામાં આવશે. ૈંઇય્ઝ્રના આ નિર્ણયથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે અને વૈશ્ર્વિક યુદ્ધનું જોખમ વધ્યું છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, ૈંઇય્ઝ્ર કમાન્ડર-ઇન-ચીફના વરિષ્ઠ સલાહકાર બ્રિગેડિયર જનરલ સરદૃાર ઇબ્રાહિમ જબારીએ સોમવારે સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ઈરાની સૈન્યએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સ્ટ્રેટમાંથી પસાર થતા કોઈપણ જહાજને આગ લગાવી દૃેવામાં આવશે.જબારીએ કહૃાું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. જો કોઈ તેને પાર કરવાનો પ્રયાસ કરશે તો અમારા ગાર્ડ્સ અને નૌકાદૃળના કર્મચારીઓ તે જહાજોને આગ લગાવી દૃેશે.હોર્મુઝ સ્ટ્રેટ વિશ્ર્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંનું એક છે, જે વૈશ્ર્વિક તેલ વપરાશનો લગભગ પાંચમો ભાગ તે માર્ગથી સપ્લાય થાય છે અને પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડે છે. સાઉદૃી અરેબિયા, કુવૈત, ઇરાક, કતાર, બહેરીન અને યુએઈમાંથી તેલ અને ગેસ આ સાંકડા સામુદ્રધુની દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચે છે. આ પુરવઠો મોટાભાગનો એશિયન દૃેશોમાં જાય છે, જેમાં ચીનનો પણ સમાવેશ થાય છે.
યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, સાઉદૃી અરેબિયા અને યુએઈ પાસે વૈકલ્પિક પાઇપલાઇન માર્ગો હોવા છતાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા મોટાભાગના ઉર્જા ભંડારો પાસે આ પ્રદૃેશમાંથી બહાર નીકળવાનો કોઈ યોગ્ય વિકલ્પ નથી.પર્સિયન ગલ્ફને વૈશ્ર્વિક બજારો સાથે જોડતા આ માર્ગના બંધ થવાથી ક્રડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. ઈરાને અગાઉ તણાવ દૃરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી આપી હતી. જો કે, તે એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, જ્યાં વાણિજ્યિક જહાજોને પરિવહનનો અધિકાર છે. ઈરાન અને ઓમાન તેના પ્રાદૃેશિક પાણીને નિયંત્રિત કરે છે. અગાઉ, ફેબ્રઆરીમાં ઈરાને લશ્કરી કવાયતો દૃરમિયાન ટ્રાફિકને આંશિક રીતે પ્રતિબંધિત કર્યો હતો, જેના કારણે તેલના ભાવમાં ૬ ટકાનો વધારો થયો હતો. સંપૂર્ણ નાકાબંધીની આ જાહેરાત ૧૯૮૦ના દૃાયકાના ટેન્કર યુદ્ધ પછી પહેલી વાર થઈ છે.ખામેનીના મૃત્યુ પછી ફાટી નીકળેલી આગ પહેલાથી જ નાણાકીય બજારોને કટોકટીમાં ધકેલી ચૂકી છે. જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે તો વિશ્ર્વભરમાં ઇંધણની તીવ્ર અછત સર્જાઈ શકે છે. નિષ્ણાતો માને છે કે આ માર્ગમાં કોઈપણ વિક્ષેપ વૈશ્ર્વિક અર્થતંત્ર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદૃાય આ વ્યૂહાત્મક જળમાર્ગ પર નજીકથી નજર રાખી રહૃાું છે, કારણ કે ત્યાં કોઈપણ નાની લશ્કરી હિલચાલ મોટા યુદ્ધનું કારણ બની શકે છે.
