ગુજરાતના જંબુસર અને અંકલેશ્ર્વરમાં પ્રાથમિક આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે મોબાઇલ મેડિકલ ક્લિનિકનો પ્રારંભ

અંકલેશ્ર્વરમાં જરૂરિયાતમંદ પરિવારો માટે પ્રાથમિક આરોગ્યસંભાળમાં રહેલા નોંધપાત્ર અંતરને દૂર કરવા માટે, વિઓલિયા ફાઉન્ડેશએ ભારતમાં વોકહાર્ટ, ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં આજે ગુજરાતના ભરૂચ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં મફત, ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવા માટે એક મોબાઇલ મેડિકલ ક્લિનિક શરૂ કર્યું.
ગ્રામીણ આરોગ્યસંભાળ સુલભતાને મજબૂત બનાવવા તરફ એક મોટા પગલા તરીકે એક નવું, અત્યાધુનિક મોબાઇલ મેડિકલ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે, જે “ક્લિનિક ઑન વ્હીલ્સ” તરીકે સેવા આપશે. તે દર વર્ષે 20,000 થી વધુ લોકોને ઘરો સુધી સીધી આવશ્યક તબીબી સેવાઓ પહોંચાડશે. આ અનોખી પહેલ જંબુસર અને અંકલેશ્ર્વરના 25-30 ગામોને લક્ષ્ય બનાવશે, જેનો પ્રાથમિક ધ્યેય ગરીબ સમુદાયોને સુલભ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રાથમિક આરોગ્યસંભાળ પૂરી પાડવાનો છે.

રિલેટેડ ન્યૂઝ