ધામળેજ ગામે પાણીનો પોકાર: મહિલાઓમાં રોષ

ક્લેક્ટર કચેરી સુધી જવાની ચીમકી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામમાં છેલ્લા એક મહિના થી પીવાના પાણીની ભારે અછત સર્જાતા ગામલોકો ખાસ કરીને મહિલાઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે. પાણી માટે મહિલાઓએ છેલ્લા ઘણા દિવસોથી વલખાં મારવાની ફરજ પડી રહી છે, જેના કારણે ગામમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગામમાં પાણીની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે સરપંચના ઘરના સંપમાંથી મહિલાઓને એક-એક બેડું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હતું. જોકે લાંબા સમયથી પાણીની સમસ્યા યથાવત રહેતા મહિલાઓએ હવે ક્લેક્ટર કચેરી સુધી રજુઆત કરવા જવાની ચીમકી આપી છે.
આ મામલે સરપંચના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ધામળેજ ગામને પસનાવડા ગામ મારફતે નર્મદા યોજનાના પાણીની સપ્લાય આપવામાં આવે છે, જેમાં આશરે આઠથી દસ ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ ભૂતિયા કનેક્શનના કારણે ધામળેજ ગામ સુધી પૂરતું પાણી પહોંચી શકતું નથી એવી ફરિયાદ પણ કરવામાં આવી છે.
સરપંચના પ્રતિનિધિએ વધુમાં જણાવ્યું હતું કે જો વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામલોકો સાથે મળીને ધરણા કાર્યક્રમ યોજવાની ફરજ પડશે. સાથે જ તેમણે ઉમેર્યું કે સરપંચ તરીકેનો કાર્યકાળ પૂરો થવા માટે માત્ર સાત મહિના બાકી રહ્યા છે અને સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. હાલ ધામળેજ ગામમાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય તેવી ગામલોકોની માંગ ઉઠી રહી છે. નર્મદાની પાઇપલાઇનના કરોડો રૂપિયા ને ખર્ચે બનાવવામાં આવી છે તો પાણીની આજ દિન સુધી પાણી પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું નથી જેમાં છેવાડાના ગામો પાણી મળતું નથી

રિલેટેડ ન્યૂઝ