20થી વધુ મહિલાઓને પુરસ્કાર આપી સન્માનીત કરાઈ
વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત પીપલ્સ બેંક પ્રાર્થના હોલ ખાતે લોક જાગૃતિ મંચ ના ઉપક્રમે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા સન્માન ના ઉજવણીના ભાગરૂપે “નારી તું નારાયણી” કાર્યક્રમ ઉત્સવ રૂપે ઉત્સાહભેર ઉજવાયો હતો.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, પીપલ્સ બેંકના ડિરેક્ટર અને કાઉન્સિલર ભારતીબેન ચંદ્રાણી, લેડીઝ ક્લબના પ્રમુખ રીટાબેન વિઠલાણી, લોહાણા મહિલા મંડળના પ્રમુખ બિન્દુબેન ચંદ્રાણી, સરકારી વિજ્ઞાન કોલેજ ના આચાર્ય ડો.સ્મિતાબેન છગ, ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ નિર્મળાબેન ડોડીયા, મહિલા કોલેજ ના એસોસિયેટ પ્રોફેસર ડો.ઉમાબેન વૈષ્ણવ, કાઉન્સિલર દિક્ષિતા બેન અઢિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. લોક જાગૃતિ મંચ ના પ્રમુખની લાગણી અનુસાર મહેમાનોનું સ્વાગત પુસ્તક થી બહેનો-મહિલાઓ દ્વારા કરવામા આવેલ અને દિપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવેલ હતો. લોક જાગૃતિ મંચ ના પ્રમુખ કિરીટભાઇ ઉનડકટે શાબ્દિક સ્વાગત સાથે સંસ્થાનો પરિચય અને પ્રવૃત્તિ ની વિગતો તેમજ આ કાર્યક્રમનો ઉદેશ્ય અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ત્યારબાદ પ્રશ્નોતરી નો દોર શરૂ થયો હતો. જેમા ઉપસ્થિત મહિલાઓમાથી 40 થી વધુ બહેનોએ રસ પૂર્વક ભાગ લીધો હતો જેમાંથી 20 થી વધુ મહિલાઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. લક્કી ડ્રો દ્વારા પણ ઉપસ્થિત મહિલાઓમાંથી વિજેતાઓને પુરસ્કાર આપવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ પુરસ્કાર સંસ્થાના પૂર્વ પ્રમુખ દીપકભાઇ ટીલાવત દ્વારા આપવામાં આવ્યા હતા. સંચાલન પારૂલબેન શાહ અને જસમાબેન ઠક્કરે સાથે મળીને કર્યું હતું. સંસ્થાના પ્રમુખ કિરીટભાઇ ઉનડકટ ની સતત દેખરેખ અને સચોટ માર્ગદર્શન હેઠળ સર્વે સભ્યોએ કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ ભાવેશ મહેતા, સેક્રેટરી કિરીટ જાની, જોઇન્ટ સેક્રેટરી ભીખુભાઇ જેઠવા, ટ્રેઝરર શૈલેષ શેઠ, મીનાબેન શેઠ, પરેશ તન્ના, મહેન્દ્ર ધાનક, મિતેશ શાહ, પારુલ શાહ, ડો.નરેન્દ્ર ટહેલ રામાણી, અનિલભાઇ પુરોહિત, અશ્વિનાબેન શાહ સહિતના ઉપસ્થિત હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
