તામિલનાડુ, કેરળ, આસામ, બંગાળ, પુડુચેરીમાં ચૂંટણી જાહેર

પશ્ર્ચિમ બંગાળમાં ૨૩ અન્ો ૨૯ એપ્રિલે બ્ો તબક્કામાં મતદૃાન

૪થી મેના રોજ પાંચેય રાજ્યોના પરિણામ

આસામ, કેરળ અન્ો પુડુચેરીમાં ૯ એપ્રિલે, જ્યારે તામિલનાડુમાં ૨૬ એપ્રિલે મતદૃાન થશે

પશ્ર્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીની તારીખો ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દૃેવામાં આવી છે. નવી દિૃલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અન્ય ચૂંટણી કમિશનરોની સાથે મળીને પશ્ર્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દૃીધી છે. આપને જણાવી દૃઈએ કે, ૪ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ મે ૨૦૨૬માં પૂરો થઈ રહૃાો છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદૃેશ પુડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ જૂન મહિનામાં પૂરો થઈ રહૃાો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા કહૃાું કે, આસામ, કેરળ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદૃાન થશે, જેના પરિણામો ૪ મેના રોજ આવશે. આસામ, કેરળ, પુડુચેરીમાં ૯ એપ્રિલે એક તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે મતગણતરી ૪ મે ૨૦૨૬ના રોજ હાથ ધરાશે.
પશ્ર્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા તેમણે કહૃાું કે, પશ્ર્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કમાં મતદૃાન થશે. જ્યારે ૪ મે ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. તમિલનાડુમાં એક જ તબક્કામાં ૨૩ એપ્રિલના રોજ મતદૃાન થશે, જ્યારે ૪ મે ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨ મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીઓમાં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૨૧૩ બેઠકો જીતીને સત્તામાં પાછી આવી હતી. જે ૨૦૧૬ની ચૂંટણીઓ કરતા શ્રેષ્ઠ પ્રદૃર્શન હતું. ૭૭ બેઠકો જીતીને ભાજપ પ્રથમ વખત રાજ્યમાં મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવ્યો. ડાબેરી અને કોંગ્રેસ પક્ષનું ગઠબંધન – જે લાંબા સમય સુધી પશ્ર્ચિમ બંગાળમાં સત્તા પર હતું, જે શૂન્ય બેઠકો પર સમેટાયું. ભારતીય ધર્મનિરપેક્ષ મોરચા અને સ્વતંત્ર ઉમેદૃવારોએ એક-એક બેઠક મેળવી હતી.
૨૦૨૧માં આ પાંચેય રાજ્યોની ચૂંટણીઓ ૨૬ ફેબ્રુઆરીએ યોજાઈ હતી. અગાઉના પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ આઠ તબક્કામાં યોજાઈ હતી. ૨૦૨૧માં પશ્ર્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળ વિધાનસભાઓની મુદૃત અનુક્રમે ૭ મે, ૧૦ મે, ૨૦ મે અને ૨૩ મેના રોજ સમાપ્ત થઈ રહી છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે ૧૫ જૂને સમાપ્ત થઈ રહૃાો છે.

જાણો કયા રાજ્યમાં ક્યારે મતદૃાન અને મતગણતરી

પશ્ર્ચિમ બંગાળ: બે તબક્કામાં મતદૃાન, ૨૩ અને ૨૯ એપ્રિલે મતદૃાન તો ૪ મેના રોજ પરિણામ
તમિલનાડુ: ૨૩ એપ્રિલે એક તબક્કામાં મતદૃાન, ૪ મેના રોજ પરિણામ
કેરલમ: ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદૃાન, ૪ મેના રોજ પરિણામ
આસામ: ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદૃાન, ૪ મેના રોજ પરિણામ
પુડુચેરી: ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદૃાન, ૪ મેના રોજ પરિણામ

રિલેટેડ ન્યૂઝ