તમિલનાડુ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું

ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કડગમ (્ફ) અને ભાજપ (મ્ત્નઁ) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહૃાું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને દ્ગડ્ઢછમાં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં ૮૦ બેઠકો આપવાની તૈયારી દૃર્શાવી છે. વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (ઉપમુખ્યમંત્રી) બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, અહેવાલો મુજબ વિજય પોતે મુખ્યમંત્રી પદૃની ઈચ્છા ધરાવે છે, જેના કારણે હાલ વાટાઘાટોમાં મામલો સમજાઇ રહૃાા છે.
તમિલનાડુના રાજકારણમાં વિજયની વિશાળ ફેન ફોલોઈંગ ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ભાજપના વ્યૂહરચનાકારો માને છે કે, રાજ્યમાં માત્ર ૨% મતોનો તફાવત પણ હાર-જીતનું ચિત્ર બદૃલી શકે છે. વિજયને સાથે રાખીને ભાજપ રાજ્યમાં મજબૂત પકડ બનાવવા માંગે છે. આ માટે ભાજપ અન્ય એક રાજ્યના ડેપ્યુટી ઝ્રસ્ દ્વારા મધ્યસ્થી પણ કરાવી રહૃાું હોવાનું ચર્ચાઈ રહૃાું છે.
બીજી તરફ, ભાજપ સાથે જોડાવાના સમાચારથી વિજયના અંગત સલાહકારો િંચતિત છે. તેમને ડર છે કે, રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાવાથી ્ફની સ્વતંત્ર છબી ખરડાઈ શકે છે.
વિજયે પોતાની પાર્ટીને તમિલનાડુમાં ત્રીજા વિકલ્પ તરીકે રજૂ કરી છે, જે નેરેટિવ ગઠબંધનથી નબળો પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે વિજય ભાજપની આ ઓફર સ્વીકારીને સત્તાના સમીકરણોમાં જોડાય છે કે પછી એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરે છે.

રિલેટેડ ન્યૂઝ