બંને મહિલા સિનિયર સિટિઝન્સને છેતરી કરોડો રૂપિયા પડાવી લેવાયા, એક મહિલાએ તો ઘર પણ વેચી માર્યું
નવી દિૃલ્હીમાં બનેલી ડિજિટલ એરેસ્ટ દ્વારા છેતરિંપડીની બે ઘટનામાં વિડિયો કોલ દ્વારા ૭૦ વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સ મહિલાઓને ડરાવી તેમની પાસેથી કુલ ૩૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ લૂંટી લેવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા આ મામલે એફઆઇઆર નોંધી તપાસ કરવામાં આવતાં બંને વૃદ્ધાઓ સાથે થયેલી છેતરિંપડીની વિગતો બહાર આવી હતી.
પહેલા કેસમાં ૭૩ વર્ષના એક નિવૃત્ત મહિલા પ્રોફેસર પાસેથી ૧૧ કરોડ રૂપિયાથી વધારે રકમની ઠગાઇ કરવામાં આવી હતી. ૧૦ જુન ૨૦૨૫ના રોજ સવારે સવા નવ વાગ્યે એક મહિલાનો ફોન આવ્યો હતો. પોતાને ટેલિફોન ખાતાની કર્મચારી ગણાવનારી આ મહિલાએ જણાવ્યું હતું કે તમારી સામે ફરિયાદૃ નોંધાવવામાં આવેલી હોઇ બે કલાકમાં તમારો મોબાઇલ ફોન બંધ થઇ જશે.એ પછી ફોન તરત બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દૃેવામાં આવ્યો. આ બીજી વ્યક્તિએ પોતાની ઓળખ સીબીઆઇના ઇન્સ્પેક્ટર વિજય ખન્ના તરીકે આપી. તેણે જણાવ્યું હતું કે તમારું નામ મની લોન્ડિંરગના એક કેસમાં ખૂલ્યું છે. આ ઠગોએ પોલીસની વર્દૃી પહેલી વોટ્સએપ કોલ કર્યો હતો. તેમના વિડિયો કોલમાં તેમણે પાછળ પોલીસ સ્ટેશન જેવો સેટ અપ બનાવેલો હતો.
મહિલા પ્રોફેસરને ધમકાવી જણાવવામાં આવ્યું કે તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે અને તમને ઘરની બહાર જવાની કે કોઇની સાથે વાત કરવાની છૂટ નથી. જો તમે કોઇ વકીલ કે પોલીસને જણાવશો તો તરત જ તમારી ધરપકડ કરવામાં આવશે. ડરી ગયેલી મહિલા પ્રોફેસર કમરામાં પૂરાઇ રહી રાતે પણ વિડિયો કોલ ચાલુ રાખતી હતી. ઠગોએ બનાવટી કોર્ટઆદૃેશ મોકલી મહિલા પ્રોફેસરને ખાતરી કરાવી કે તેમણે સરકારી ખાતાઓમાં તપાસ માટે નાણાં મોકલવા પડશે.
મહિલા પ્રોફેસરે દૃાગીના વેચી અને મ્યુચ્યુઅલ ફંડોમાં કરેલાં રોકાણોને વેચી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દૃીધાં. ઠગોએ મહિલા પ્રોફેસરના પતિને પણ તેમની ચુંગાલમાં ફસાવી તેની એફડી તોડાવી અને તેના પીપીએફ ખાતામાંથી પણ પૈસા કઢાવી ટ્રાન્સફર કરાવી લીધાં હતા.
