મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.19 માર્ચના રોજ જામનગરની મુલાકાતે

મુખ્યમંત્રી હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધન કરશે : ટાઉનહોલ માંથી જામનગર શહેર-જિલ્લાને રૂ.41,261 લાખના વિકાસકાર્યોની ભેંટ આપશે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અગામી તા.19 માર્ચના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે છે. સંભવિત સવારે 10 કલાકે એરપોર્ટ ખાતે આગમન બાદ તેઓ હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધન કરશે. ત્યારબાદ ટાઉનહોલ ખાતેથી જામનગર શહેર-જિલ્લાને રૂ.41,261 લાખના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યોની ભેંટ આપશે.
હાપા એ.પી.એમ.સી. ખાતે ખેડૂતો માટે રૂ.85 લાખના ખર્ચે એ.સી. કેન્ટીન બનાવવામાં આવ્યું છે. જ્યાં ખેડૂતોને 35 રૂપિયાના નહિવત દરે શુદ્ધ ભોજન મળશે. અને રૂ.65 લાખના ખર્ચે ગેસ્ટહાઉસ બનાવવામાં આવ્યું છે. જેનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટાઉનહોલ ખાતેથી વિકાસના નવા આયામ સ્થાપિત કરતા વિવિધ વિભાગોના કુલ 57 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. આ તમામ કાર્યોમાં કુલ રૂ. 41,261.43 લાખનો ખર્ચ થાય છે. જેમાંથી 28 કામોનું ખાતમુહૂર્ત (રૂ. 15,300.14 લાખ) તથા 29 કામોનું લોકાર્પણ (રૂ. 25,961.29 લાખ) કરવામાં આવશે.
રૂ.25,961.29 લાખના ખર્ચે કુલ 29 કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ કામોમાં મુખ્યત્વે પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્તાને ગૌરવપથ-કમ્પલીટ સ્ટ્રીટ તરીકે ડેવલોપ કરવાનું કામ,બબરઝર સરકારી માધ્યમિક શાળા અને કે.ડી.વી.માધ્યમિક શાળા જોડિયા,66 કેવી ફલ્લા, સણોસરા સબ સેન્ટર,નવા ધુનિયા સબ સેન્ટર,ચેલા સબ સેન્ટર,પીપર સબ સેન્ટર, અમૃત ર.0 યોજના હેઠળ 30ખકઉ ક્ષમતાનો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,પાઈપલાઈન નેટવર્ક, રોડ રી-કાર્પેટીંગના કામોનો સમાવેશ થાય છે.
રૂ.15,300.14 લાખના ખર્ચે 28 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
આ કામોમાં મુખ્યત્વે અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે આવેલ પ્લોટમાં ઓક્સીજન પાર્ક બનાવવાનું કામ, શહેરમાં વિવિધ વોર્ડમાં સી.સી. રોડનું નિર્માણ, આર.સી.સી. બોક્સ કેનાલ નિર્માણ, મેટલ રોડ અને રોડ સાઈડ ડેવલોપમેન્ટ કાર્યો, જામનગર શહેરમાં સ્ટેટ કલીન એર પ્રોગ્રામ અન્વયે જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધીના રોડના રોડ સાઈડ ડેવલોપમેન્ટ તેમજ જ્ઞાનશક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તેમજ બેડી ગેઈટ જકંશન સર્કલ ડેવલોપ કરવાનું કામ, ગુલાબનગર ખાતે ઓદ્યોગિક તાલીમ સંસ્થાનું નવીન બાંધકામ, નગર પ્રાથિમક શાળા નં-55ના બિલ્ડીંગનું ખાતમુહુર્ત, બ્રીજ બનાવવાના કામો, રીડેવલપમેન્ટ નીતિ-2016 અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોની ખાતે આવેલ 372 જર્જરિત મકાનોના પુન: નિર્માણની કામગીરીના કામોનો સમાવેશ થાય છે.
અંબા વિજય સોસાયટી, વી માર્ટ પાસે રૂ.144.85 લાખના ખર્ચે થીમ આધરિત ઓક્સીજન પાર્કનું નિર્માણ
જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી દ્વારા 16066 ચો.મી. જગ્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને લોકાપયોગી ઓકસીજન પાર્ક બનાવવાના હેતુસ2 આપવામા આવેલ છે. અહી આશરે 100થી વધુ વક્ષો આવેલા છે. જેને નુકશાન પહોચાડ્યા વગર આ પાર્કમા યોગીક ચક્રની થીમ આધારિત વોકિંગ ટ્રેક વાળા પાર્કનુ ડેવલોપમેન્ટ ક2વામાં આવશે
પાર્કની વિશેષતાઓમાં સાત યોગીક ચક્રો જે ભારતીય યોગશાસ્ત્ર દ્વારા પ્રચલિત થયેલ છે. જેમા દરેક ચક્રોના પોતાના સુચિત રગો હોય છે. જેનુ નીરૂપણ આ પાર્કમા ક2વામા આવશે. ઓકસીજન પાર્ક બનાવવા હેતુસર આ પાર્કમા “ઈ-4” કેટેગરીના વૃક્ષોનુ વાવેત2 ક2વામા આવશે. “ઈ-4” પ્રકારના વૃક્ષો વધુ કાર્યક્ષમ રીતે કાર્બન ડાયોકસાઈડ શોષવા અને ઓક્સિજનનું ઉત્સર્જન વધારે પ્રમાણમા કરે છે, જેના કારણે શહેરી પ્રદુષણ ઘટાડવામા મહત્વપુર્ણ ફાળો આપે છે.
આ વિકાસકાર્યો દ્વારા જામનગર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં આધુનિક સુવિધાઓમાં વધારો થશે.

રિલેટેડ ન્યૂઝ