બગસરામાં આંગણવાડી વર્કર બહેનોએ આવેદન આપી પડતર પ્રશ્ર્નોની માંગણી માટે સૂત્રોચાર કર્યા

ત્રણ દિવસ માસ સિવિલ પર ઉતરી વિરોધ વ્યક્ત કર્યો

બગસરામાં આંગણવાડીની બહેનોએ સી ડી પી ઓને આવેદન આપવામાં આવ્યુ હતું અને ત્રણ દીવસ માટે માશ સિવિલ પર ઉતરીને વિરોધ વ્યકત કરેલ હતો.ત્યાર બાદ તમામ મહિલાઓ ધરણા પણ કરવામાં આવ્યા હતા. અને સુત્રોચાર કરી હમારી માંગે પૂરી કારોના નારા લગાવ્યા હતા. ગૂજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર ફેસિલિયેટરએ પોતાની માંગણી રજૂ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ માટે કોય પણ પ્રકારની બેઠક યોજેલ નથી જેને લયને આજે ફરીવાર બગસરા પંથકની આંગણવાડી મહિલાઓએ ગઈ કાલના આવેદન આપવામાં આવેલ છે. ત્યાર બાદ આજથી ત્રણ દિવશ માસ સિવિલ પર ઉતરી ધરણા પર બગસરા શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે બેસવામાં આવ્યા હતા. સરકાર આમોને જે મોબાઈલ આપવામાં આવેલ છે તેમાં ડેટા એન્ટ્રી માટે તે મોબાઈલ ચાલતા નથી તો નવા મોબાઈલ આપવા અને ફિક્સ પગાર માંથી કાયમી પગાર ધોરણ આપવું અને સરકાર દ્વારા આંગણવાડીને છેલ્લા ત્રણ માસથી બિલો ચૂકવેલ નથી તે બિલો ચૂકવવા અને આવી મહિલાઓ કે જે આંગણવાડી ખાતે ફરજ બજાવી રહેલા છે તેમને ડ્રેસ પણ આપવામાં આવેલ નથી તો આ તમામ માગણીઓને સુખદ અંત આપો તેવી માંગણી સાથે મહિલાઓ દ્વારા હમ સબ એક હે હમારી માંગણી પુરી કરો તેવા નારા સાથે આવેદન આપવામાં આવ્યું હતું. અને જો અમારી માંગણી પુરી નહિ કરવામાં આવે તો આમો આ આંદોલનને વધુ જલદ રૂપ આપીશું તેવી ચીમકી ભાવનાબેન ભટ્ટી જિલ્લા આંગણવાડી પ્રમુખએ આપવામાં આવી હતી….

રિલેટેડ ન્યૂઝ