ઉના પોલીસ દ્વારા રામનવમી પૂર્વે ફ્લેગ માર્ચ કરી શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા 2 કલાક પેટ્રોલિંગ કર્યું

ઉના શહેરમાં આગામી રામનવમીના તહેવાર પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચ ઉના પી.આઈ. નિલેશ ચૌહાણના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.તેમાંસેક્ધડપી.આઈ. જે. જે. પરમાર, પી.એસ.આઈ. જાદવ, બોરીચા, સરવૈયા સહિત ઉના પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ, મહિલા પોલીસ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો જોડાયા હતા. પોલીસે ટાવર ચોક વિસ્તારથી શરૂ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં બે કલાક સુધી ફૂટપેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.આ ફ્લેગ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો. પોલીસે જણાવ્યું હતું કે, રામનવમીનો તહેવાર શહેરીજ નો ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને વાહન ચેકિંગ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ