વાંકાનેરમાં હરિચરણદાસજી બાપુની 104મી જન્મ જયંતીની આજે ઉજવણી

સદગુરૂ આનંદ આશ્રમમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

વાંકાનેરમાં રાજકોટ રોડ પર આવેલી સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે સદ્દગુરૂ દેવ રણછોડદાસજીબાપુના સ્મૃતિ મંદિર ખાતે તા.24 ને મંગળવારના રોજ સદ્દગુરૂસ્વામી હરિચરણદાસજી બાપુની 104 મી જન્મ જયંતિ ભકિતભાવ સાથે અનેકવિધ કાર્યક્રમો થકી ઉજવાશે.
આ દિવ્ય વેળાએ ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ જયરામદાસજી મહારાજના આશિવાદ સાથે દિવસભર ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સવારે મંગળા આરતી, કેશર સ્નાન, ભોગ દર્શન બાદ સાંજે 4/30 કલાકથી વાંકાનેરનુ પ્રખ્યાત અને નિ:શુલ્ક સેવા આપતુ શ્યામ ઘુન મંડળના પંદરથી વધુ કલાકારોના કાફલા દ્વારા સંગીતના સથવારે રાગઘુનની રમઝટ બોલાવશે સાથે-સાથે તમામ સદ્દગુરૂ શિષ્ય પરિવારો માટે પાદુકા પુજનનુ સુંદર આયોજન કરાયું છે.
સાંજે 7/30 કલાકે દિપમાળા સાથે મહાઆરતી યોજાશે મહાઆરતી બાદ તમામ ઉપસ્થિત સદ્દગુરૂ શિષ્ય પરિવારો, આમંત્રીત મહેમાનો, ભુદેવો તથા સેવકગણ માટે મહાપ્રસાદનો પ્રારંભ થશે.

રિલેટેડ ન્યૂઝ