ઉના શહેરમાં આગામી રામનવમીના તહેવાર પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચ ઉના પી.આઈ. નિલેશ ચૌહાણના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.તેમાંસેક્ધડપી.આઈ. જે. જે. પરમાર, પી.એસ.આઈ. જાદવ, બોરીચા, સરવૈયા સહિત ઉના પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ, મહિલા પોલીસ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો જોડાયા હતા. પોલીસે ટાવર ચોક વિસ્તારથી શરૂ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં બે કલાક સુધી ફૂટપેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.આ ફ્લેગ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો. પોલીસે જણાવ્યું હતું કે, રામનવમીનો તહેવાર શહેરીજ નો ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને વાહન ચેકિંગ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.
રિલેટેડ ન્યૂઝ
-
પેટ્રોલ મળતું બંધ થઇ જશે તેવા ભય વચ્ચે, પેટ્રોલ પમ્પો ઉપર વાહન ચાલકોની લાંબી લાઇનો
પ્ોટ્રોલ મળતું બંધ થઇ જશે ત્ોવી અફવા અને ડરના લીધે વાહન ચાલકોએ પ્ોટ્રોલ પુરાવવા પ્ોટ્રોલ પંપ... -
વાંકાનેરમાં હરિચરણદાસજી બાપુની 104મી જન્મ જયંતીની આજે ઉજવણી
સદગુરૂ આનંદ આશ્રમમાં વિવિધ કાર્યક્રમો યોજાશે વાંકાનેરમાં રાજકોટ રોડ પર આવેલી સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે સદ્દગુરૂ... -
આજે વિશ્ર્વ ક્ષય દિવસ જૂનાગઢ જિલ્લો ટીબી મુક્ત બનવા તરફ અગ્રેસર : 2025 સુધીમાં 329 ગ્રામ પંચાયતો જાહેર થઈ ટીબી મુક્ત
વર્ષ 2025 દરમિયાન કુલ દર્દીઓ 892 સ્વસ્થ થયા : જૂનાગઢ જિલ્લામાં વણશોધાયેલા દર્દીઓ શોધવા 100 દિવસનું...
