ઓઇલના ભાવમાં રાહત મળી શકે છે
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદૃ હજુ પણ વાતચીતનો દૃોર ચાલી રહૃાો છે. રિપોર્ટ મુજબ ઈરાને અમેરિકા સમક્ષ મોટો પ્રસ્તાવ મૂક્યો છે. અંદૃાજ મુજબ જો પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ ખુલવાનો, યુદ્ધ ધીમે ધીમે ખતમ થવાનો, હોર્મુઝમાંથી જહાજોનું નિશ્ર્ચિત આવાગમન થવાનો અને ક્રૂડ ઓઈલ-ગેસની િંકમતો ઝડપથી નીચે જઈ શકે છે.
વાસ્તવમાં રૉયટર્સના રિપોર્ટમાં દૃાવો કરાયો છે કે, ઈરાને અમેરિકા સાથે વાતચીત કરીને રજૂ કરેલા પ્રસ્તાવ મુજબ, ઈરાન ઓમાનના હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજોને સ્વતંત્ર રીતે પસાર થવા દૃેશે, તે જહાજો પર કોઈપણ હુમલો કરવામાં આવશે નહીં.
હવે એ પણ જોવું જરૂરી છે કે, અમેરિકા ઈરાનના પ્રસ્તાવને મંજૂરી આપે છે કે નહીં? વ્હાઈટ હાઉસ અને ઈરાનના વિદૃેશ મંત્રાલય તરફથી પ્રસ્તાવ અંગે કોઈપણ પુષ્ટી કરવામાં આવી નથી.
