અમેરિકન ડેલિગ્ોશન પાકિસ્તાન પહોંચ્યુ પણ ઇરાની ન્ોતા ન આવ્યા:પાકિસ્તાનના દૃબાણ છતાં વાતચીત માટે ઇરાન્ો ઇન્કાર કરીન્ો ૧૦ મુદ્દાનો પ્રસ્તાવ આપ્યો
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ સોમવારે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર લેન્ડ થયું છે, પરંતુ ઈરાને આ બીજા તબક્કાની મંત્રણામાં જોડાવાનો સ્પષ્ટ ઈક્ધાર કરી દૃીધો છે. અલજઝીરાના રિપોર્ટ અને ઈરાનના વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઇલ બઘઈના નિવેદૃન મુજબ, હાલમાં અમેરિકા સાથે વાતચીતનો કોઈ પ્લાન નથી અને ભવિષ્યમાં પણ ક્યારે વાત થશે તે અંગે અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી છે. બીજી તરફ, ઈરાન અને પાકિસ્તાનના વિદૃેશ મંત્રીઓની ફોન પર વાતચીત થઈ છે. જે દૃરમિયાન યુદ્ધવિરામ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
’કોઈ રમત રમી રહૃાું નથી’: જો વાતચીતમાં સફળતા મળે તો ટ્રમ્પ ઈરાની નેતાઓને મળવા માટે તૈયાર છેસોમવારે ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે જો ચાલુ વાટાઘાટોમાં કોઈ સફળતા મળે તો તેઓ વરિષ્ઠ ઈરાની નેતાઓને મળવા તૈયાર રહેશે.ટ્રમ્પે કહૃાું, “આપણે વાટાઘાટો કરવી જ જોઈએ,” અને ઉમેર્યું કે તેઓ માને છે કે આ તબક્કે “કોઈ રમત રમી રહૃાું નથી”
તો બીજી તરફ, ટ્રમ્પે પીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે જો ઈરાન સાથેનો યુદ્ધવિરામ મંગળવારે સમાપ્ત થાય છે, તો “પછી ઘણા બધા બોમ્બ ફૂટવા લાગશે.” ટ્રૂથ સોશિયલ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે કહૃાું, “ઇઝરાયલે મને ક્યારેય ઈરાન સાથેના યુદ્ધમાં સામેલ થવા માટે કહૃાું નહીં,
સંકટના ઉકેલ માટે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જનરલ મુનીરે ટ્રમ્પને વાત પહોંચાડી છે કે, હોર્મુઝની ખાડીમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી નાકાબંધી ઈરાન સાથેની શાંતિ મંત્રણામાં સૌથી મોટું વિઘ્ન બની રહી છે. ટ્રમ્પે આ બાબતે વિચારણા કરવાની ખાતરી આપી છે, જોકે ઈરાન તેની શરતો પર મક્કમ છે. ઈરાને પાકિસ્તાનને ૧૦ મુદ્દાનો એક પ્રસ્તાવ સોંપ્યો છે, પરંતુ અમેરિકા પરના વિશ્ર્વાસના અભાવે બીજા રાઉન્ડની મંત્રણા રદૃ કરી છે.
ઈરાનનો દૃાવો છે કે, અમેરિકાએ લેબેનોનમાં યુદ્ધવિરામના વાયદૃાનો ભંગ કર્યો છે અને હોર્મુઝમાં નાકાબંધી કરીને ગંભીર વિશ્ર્વાસઘાત કર્યો છે. હાલમાં જ અમેરિકાએ ઈરાની ધ્વજ ધરાવતા એક કાર્ગો જહાજને કબજામાં લીધું હતું, જેના જવાબમાં ઈરાને વળતો જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ઈરાની અધિકારી ઈબ્રાહિમ ઝોલફાઘારીએ સ્પષ્ટ કહૃાું છે કે, અમેરિકાની અવાસ્તવિક માંગણીઓને કારણે હવે કોઈપણ પ્રકારનો શાંતિ સમજૂતી અસ્તિત્વમાં નથી.
