વડિયાના બરવાળા બાવીશી ગામની ઘટના
માલિક પોતાના મોટર સાઇકલમાં જતા હતા ત્યારે ઉશ્કેરાયેલા પરપ્રાંતીય ખેતમજુરે સળીયા વડે હુમલો કરી મોટર સાઇકલ લુંટી પલાયન થયો
વડીયા તાલુકાના બરવાળા બાવીશી ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વાડી માલિકે પોતાના ખેતમજૂરને રીલ બનાવવા અને બેફામ ટ્રેક્ટર ચલાવવાના મુદ્દે ઠપકો આપેલ હતો. તે વાતનું મનદુ:ખ રાખી પરપ્રાંતિય ખેતમજૂરે વાડી માલિકને લોખંડના પાઇપ અને પથ્થરથી જીવલેણ હુમલો કરી યુવકની કરપીણ હત્યાં કરી બાઈક લૂંટી ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકનાં પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હકીકત એવી છે કે, વડીયા તાલુકાના બરવાળા બાવીશી ગામે રામજી મંદિર પાસે રહેતાં અશોકભાઇ રાવતભાઇ વાળા નામનાં 73 વર્ષીય ખેડૂતના દિકરા કર્ણદેવ અશોકભાઇ વાળા નામનાં 36 વર્ષીય યુવકે ગત તા. 22 ના રોજ રાત્રીના સમયે પોતાના ખેતરે આવી પોતાની વાડીનો મજુર મધ્યપ્રદેશના વતની આરોપી રવી જેમાભાઇ કરોલીયા ટ્રેક્ટર ખેતરમાં જેમ ફાવે તેમ કુદાવી ચલાવતો હોય અને મોબાઇલમાં રીલ બનાવતો હોય જેથી યુવક કર્ણદેવ વાળાએ આરોપીને કહેલ કે, તુ આ રીતે ટ્રેક્ટર ચલાવતો નહી તેમ કહી ઠપકો આપેલ હતો. અને બાદમાં કર્ણદેવ વાળા વાડીએથી પોતાના ઘરે મોટર સાયકલ ઉપર જવા નિળેલા હતાં.
આ સમયે પરપ્રાંતિય આરોપી મોટર સાયકલ લઈને જતાં કર્ણદેવ વાળાની પાછળ આવી અને યુવકના માથાના ભાગે લોંખડનો પાઇપનો મરણોતોલ ઘા મારી અને રસ્તામાં પછાડી દઇ ગાળો આપી અને કહેલ કે,તને તો મારી જ નાખવો છે. તેવી ધમકી આપી અને યુવકને માથાના ભાગે તેમજ મોઢા પર પથ્થરથી મરણોતોલ ઘા મારી લોહી લુહાણ હાલત કરી અને યુવકનુ મોટર સાયકલ નં.જી.જે.14 બીસી.7228 કિમત રૂપિયા 20 હજારનું બળજબરીથી લુંટ કરી મોટર સાયકલ સાથે આરોપી નાસી ગયેલ હતો. આ બનાવમાં ઘવાયેલ કર્ણદેવ અશોકભાઇ વાળા નામનાં 36 વર્ષીય યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
વડીયા તાલુકાના બરવાળા બાવીશી ગામે લૂંટ સાથે હત્યાં કરનાર આરોપી ઝડપાયો
વડીયા તાલુકાના બરવાળા બાવીશી ગામે રહેતાં કર્ણદેવભાઇ અશોકભાઇ વાળાએ પોતાની વાડીએ રાત્રીના સમયે ગયેલ ત્યારે પોતાની વાડીનો મજુર રવિ જેમાભાઇ કરોલીયા આ કર્ણદેવભાઇનું ટ્રેકટર ખેતરમાં જેમ ફાવે તેમ કુદાવી ચલાવતો હોય અને મોબાઇલમાં રીલ બનાવતો હોય, જેથી આ કર્ણદેવભાઇએ કહેલ કે તુ આવી રીતે ટ્રેકટર ચલાવતો નહી તેમ કહી ઠપકો આપેલ અને કર્ણદેવભાઇ પોતાનું મોટર સાયકલ લઇ વાડીએથી ઘરે જવા નિકળેલ. આ દરમિયાન જાહેર રસ્તામાં આ રવિ જેમાભાઇ કરોલીયા પાછળ આવી કર્ણદેવભાઇનું મોટર સાયકલની બળજબરીથી લુંટ ચલાવી મોટર સાયકલ સાથે આરોપી રવિ જેમાભાઇ કરોલીયા નાસી જઇ ગયેલ જે અન્વયે અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા હત્યાં તથા લુંટનો ગંભીર ગુનાનો ફરાર થયેલ મુળ મધ્યપ્રદેશના વતની આરોપી રવિ જેમાભાઇ કરોલીયાને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગણતરીની કલાકોમાં લુંટમાં લઇ ગયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
