બોટાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સુવિધા ઉભી કરાશે: મુખ્યમંત્રી

બાઈક રેલી અને જંગી જાહેરસભા યોજાઈ: લોકશાહીના પર્વમાં ફરજ નિભાવવા મતદારોને મુખ્યમંત્રીનું આહવાન

બોટાદ જિલ્લા ના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોટાદ ખાતે યોજાયેલ બાઈક રેલી માં મુખ્યમંત્રી કાર માંથી નીચે ઉતરી કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો.દીનદયાળજીની પ્રતિમા ને ફુલહાર કરી જંગી જાહેર સભા ને સંબોધન કર્યુ હતુ.આ સમયે જિલ્લા ના પ્રભારી મંત્રી સહિત ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય,જીલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો સભામાં હાજર રહ્યા હતા.સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના મતદાન ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે આજ રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોટાદ જિલ્લા ના પ્રવાશે આવ્યા હતા.
બરવાળા તાલુકા માં આવેલ વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર તેમજ બી.એ.પી.એસ. મંદિર ખાતે મુખ્યમંત્રી એ દર્શન કર્યા તેમજ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બોટાદ જિલ્લા ના પ્રબુદ્ધ નાગરિકો સાથે મહત્વ ની બેઠક યોજી હતી.
ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોટાદ ખાતે પધારેલ જ્યાં તેમના સ્વાગત ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો દ્રારા ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં આવેલ જે બાઈક રેલી માં મુખ્યમંત્રી કાર માંથી નીચે ઉતરી તમામ બાઈક રેલી માં જોડાયેલા નું અભિવાદન કર્યું. મુખ્યમંત્રી કાર માંથી નીચે ઉતરતા કાર્યકરો માં ખુશી જોવા મળી અને અનેરો ઉત્સાહ પણ કાર્યકરો માં હતા બાઈક રેલી બોટાદ શહેર ના ગઢડા રોડ ખાતે પૂર્ણ કર્યા બાદ સભા નું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્યમંત્રી દ્રારા પોતાના વક્તવ્ય માં આગામી દિવસો માં બોટાદ માં રિંગ રોડ તેમજ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવશે તેવી કરી વાત. તેમજ પ્રધાનમંત્રી દ્રારા વિકાસ ની રાજનીતિ કરેલ હોય જેના કારણે અને વિકાસ ના કામો થયા હોવાની સાથે આગામી તારીખ 26 એપ્રિલ ના રોજ તમામ લોકો અવશય મતદાન કરે તેવી અપીલ કરી તેમજ બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રિવાબા જાડેજા એ ઉત્સાહ સાથે વિકાસ ની વાત સાથે આગામી દિવસ માં ટ્રિપલ એન્જીન ની સરકાર સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં વિજય મેળવશું તેવી વાત સાથે જીત ની આશા વ્યક્ત કરી. આજ ના મુખ્યમંત્રી ની અધ્યક્ષ સ્થાને યોજાયેલ સભા માં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા,બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,ગઢડા ના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા,ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમાર, પ્રદેશ ભાજપ ઉપ.પ્રમુખ ભરતભાઈ પંડ્યા ,કિસાન મોરચા ના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઇ જેબલિયા, મધુસુદન ડેરી ચેરમેન ભોળાભાઈ રબારી,બોટાદ જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી, ભીખુભા વાઘેલા ,સહિત બોટાદ જિલ્લા તાલુકા ના પ્રમુખો તેમજ જિલ્લા ના મહામંત્રી સહિત મોટી સંખ્યા માં લોકો સભા માં હાજર રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ