ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી, ઉમરેઠમાં સરેરાશ ૫૯.૩ ટકા મતદાન

ચુસ્ત સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન
તા.૪થી મે ના રોજ મત ગણતરી

ગુજરાતની એક બેઠક માટે આજે (૨૩મી એપ્રિલ) યોજાયેલી પેટાચૂંટણી માટેનું મતદૃાન પૂર્ણ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદૃારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉના ધારાસભ્યના નિધન બાદૃ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદૃાન યોજાયું છે. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદૃાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં ૫૯.૩ ટકા જેટલું મતદૃાન નોંધાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતની ઉમરેઠ (૧૧૧) બેઠક પર ૫ વાગ્યા સુધીમાં ૫૯.૩% મતદૃાન નોંધાયું છે. ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદૃાન પ્રક્રિયા અત્યંત વેગવંતી બની હતી. બપોરે ૧ વાગ્યા બાદૃ મતદૃાનની ટકાવારીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
આ પેટા ચૂંટણીમાં કુલ ૨,૪૫,૦૦૦થી વધુ મતદૃારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહૃાા છે. ખાસ કરીને યુવા મતદૃારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે, જેમાં ૪,૧૭૪ યુવાઓ પ્રથમ વખત મતદૃાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદૃાર બન્યા છે. આ ઉપરાંત ૧,૬૪૪ જેટલા વરિષ્ઠ નાગરિકો પણ મતદૃાન કરવા પહોંચ્યા હતા.
ઉમરેઠ બેઠક પર કુલ ૬ ઉમેદૃવારો ચૂંટણી મેદૃાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદૃવાર હર્ષદૃ પરમાર અને કોંગ્રેસના ઉમેદૃવાર ભૃગુરાજિંસહ ચૌહાણ વચ્ચે માનવામાં આવી રહૃાો છે. બંને પક્ષોએ મતદૃારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, ત્યારે હવે જનતા કોના પર કળશ ઢોળશે તે જોવું રસપ્રદૃ રહેશે.
ચૂંટણી પ્રક્રિયાને પારદૃર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ૩૦૬ પોિંલગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાની ષ્ટિએ ૨ ડ્ઢરૂજીઁ, ૪ ઁૈં અને આશરે ૫૦૦ પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. સંવેદૃનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઝ્રઇઁહ્લની ૩ કંપનીઓ પણ સતત પેટ્રોિંલગ કરી રહી હતી. નોંધનીય છે કે, આજે મતદૃાન પૂર્ણ થયા બાદૃ આગામી ચોથી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિૃવસે સ્પષ્ટ થશે કે ઉમરેઠની જનતાએ કોને પોતાના નવા પ્રતિનિધિ તરીકે પસંદૃ કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ