ડીપી વર્લ્ડ તેના ‘સ્વાસ્થ્ય કેન્દ્ર’ પ્રોગ્રામ, મિશનના પ્રથમ તબક્કામાં દેશના 1 મિલિયન ટ્રક ચાલકોને સહયોગ મળશે

ડીપી વર્લ્ડ આજે ગુજરાતમાં રજૂ કરે છે, એક અગ્રણી પહેલ સ્વાસ્થ્ય કેન્દ્ર, જે ભારતના ટ્રક ચાલક સમુદાયના આરોગ્ય, કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે સમર્પિત રાષ્ટ્રવ્યાપી વેલનેસ હબ નેટવર્કને તૈયાર કરવા તરફનું પ્રથમ પગલું છે. આ પહેલનો હેતુ એક મિલિયન ટ્રક ચાલકો અને તેમના પરિવાર પર સકારાત્મક અસર કરવાનો છે તથા લાંબાગાળાનો દૃષ્ટિકોણ દેશભરના ટ્રક સમુદાયને વધુ સારી સુવિધા પૂરી પાડવાનો છે.
ભારતનો ટ્રક ચાલકો દેશના પૂરવઠા ચેઇનનો આધારસ્તંભ છે, જે દેશના 70 ટકાથી વધુ માલ પરિવહનને સમર્થ બનાવે છે અને વિવિધ ભૌગોલિક ઉદ્યોગ, વ્યવસાય તથા ઘરોને પણ જોડે છે. ભારતીય માર્ગો પર 6.5 મિલિયનથી પણ વધુ ટ્રક નોંધાયેલા હોવા છતા પણ આ ક્ષેત્ર માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા, આર્થિક સુરક્ષા અને સરળ વેલફેર સહાય હજી પણ મોટો પડકાર છે. સ્વાસ્થ્ય કેન્દ્ર કાર્યક્રમ દ્વારા ડીપી વર્લ્ડ મુખ્ય માલ પરિવહન કોરિડોરમાં સરળતાથી સહાય મળી રહે તેવા વેલનેસ હબ સ્થાપીને આ દીર્ઘકાલીન ખામીને દૂર કરવા પ્રયત્ન કરે છે અને ટ્રક ચાલકો જ્યાં રહે અને જ્યાંથી કામ કરે ત્યાં તેમને જરૂરી સેવાઓ સરળતાથી મળી રહે છે.

રિલેટેડ ન્યૂઝ