ટ્રાઇના આંકડા મુજબ Vi એ સતત બીજા મહિને નેટ સબ્સ્ક્રાઇબરમાં ઉમેરો નોંધાવ્યો

ટેલિકોમ સબ્સ્ક્રીપ્શન અંગે ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ, Vi એ સતત બીજા મહિને નેટ સબ્સ્ક્રાઇબરમાં ઉમેરો નોંધાવ્યો છે. માર્ચ 2026 ના અહેવાલ મુજબ, ફેબ્રુઆરી 2026 દરમિયાન 21,927 સબ્સ્ક્રાઇબરના નેટ ઉમેરા પછી, માર્ચમાં ટશ એ 1,02,899 સબ્સ્ક્રાઇબર ઉમેર્યા છે, જે તેનો સબ્સ્ક્રાઇબર આધાર સ્થિર થવાની શરૂઆતના સંકેતો દર્શાવે છે.
માર્ચ દરમિયાન કંપનીએ ગ્રામ્ય વિસ્તારોમાં 1,92,211 સબ્સ્ક્રાઇબર ઉમેર્યા હતા.
માર્ચ મહિનામાં ટશ એ 15 સર્કલમાં સબ્સ્ક્રાઇબર્સનો ઉમેરો નોંધાવ્યો હતો – આસામ (14,496 નો વધારો), બિહાર (57,452 નો વધારો), ગુજરાત (1,01,748 નો વધારો), હરિયાણા (23,725 નો વધારો), હિમાચલ પ્રદેશ (4,112 નો વધારો), જમ્મુ અને કાશ્મીર (7,875 નો વધારો), કર્ણાટક (1,00,701 નો વધારો), કેરળ (27,082 નો વધારો), કોલકાતા (4,219 નો વધારો), મહારાષ્ટ્ર (19,272 નો વધારો), મુંબઈ (14,702 નો વધારો), ઓડિશા (17,717 નો વધારો), પંજાબ (17,097 નો વધારો), તમિલનાડુ (42,455 નો વધારો) અને યુપી-પૂર્વ (47,869 નો વધારો).
આ વૃદ્ધિ ટશ દ્વારા કરવામાં આવી રહેલા સતત નેટવર્ક રોકાણ અને વિકસતી પ્રોડક્ટ સ્ટ્રેટેજીનું પ્રતિબિંબ પાડે છે. કંપનીના અલગ પ્રકારની ઑફરિંગ્સ જેમ કે નોનસ્ટોપ હીરો (અનલિમિટેડ 4ૠ ડેટા) અને સુપર હીરો (અડધા દિવસ માટે અનલિમિટેડ 4ૠ) તેમજ હાલ ચાલી રહેલા 5ૠ રોલઆઉટને હવે ગ્રાહકો તરફથી પ્રતિસાદ મળવા લાગ્યો છે.

રિલેટેડ ન્યૂઝ