માફિયા સામે એક્શન: દાઉદના વિશ્ર્વાસુ ઇકબાલ મિર્ચીની 700 કરોડની સંપત્તિ સીલ

કેન્દ્ર સરકાર આતંકી-માફિયાઓ સામે આકરી કાર્યવાહી કરતી હોય તેમ ભારતના મોસ્ટ વોન્ટેડ અને માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમના વિશ્ર્વાસુ સાગ્રીત ઇકબાલ મિર્ચીની 700 કરોડની સંપત્તિ ટાંચમાં લઇ લેવામાં આવી છે. એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.મુંબઇની કાસ પીએમએલએ કોર્ટ દ્વારા ઇકબાલ મિર્ચી તથા તેના પરિવારની મિલ્કતો જપ્ત કરવાની લીલીઝંડી આપ્યાની સાથે જ ઇડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અદાલતે એવું નોંધ્યું હતું કે આ તમામ સંપત્તિ ગુનાખોરીથી અને ગેરકાયદેસર રીતે જ મેળવવામાં આવી હતી અને વચેટીયાઓ મારફત માલીકી હકક છુપાવવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ