જ્ઞાતિવાદ પીરસાયું, પણ વિકાસના અમૃતે જીત્યો જંગ’: સવર્ણ ઉમેદવાર હોવા છતાં ઓબીસી બહુમતી વિસ્તારમાં ભાવેશભાઈ ઉપાધ્યાયનો વિજય: ‘પાંચ વર્ષ ગેરહાજર, ચૂંટણી ટાણે હાજર’: વર્તમાન સભ્યની નિષ્ક્રિયતા સામે મતદારોનો આક્રોશ, છતાં ધારાસભ્યના કરિશ્માએ તારી નૈયા
“તાલુકા પંચાયતમાં યુવા શક્તિએ સાબિત કર્યું સંગઠનનું સામર્થ્ય, કાકા-ભત્રીજાના જંગમાં લોકશાહીની મહેક પ્રસરી
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વસેલા સૈયદ રાજપરા બંદર જિલ્લા પંચાયત બેઠકના રાજકીય સમીકરણોએ સમગ્ર સૌરાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. દોઢ દાયકા થી ભાજપનો અજેય ગઢ ગણાતી આ બેઠક પર ફરી એકવાર ભગવો લહેરાયો છે, પરંતુ આ વિજય કોઈ વ્યક્તિગત ઉપલબ્ધિનો નહીં, પરંતુ ઉનાગીરગઢડા ના વિકાસપુરુષ, યશસ્વી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉર્ફે કે.સી. રાઠોડના અડીખમ જનાધાર, અખૂટ લોક ચાહના અને અવિરત વિકાસયાત્રાના પ્રતાપે મળ્યો છે, એ વાત સૂર્યપ્રકાશની માફક સ્પષ્ટ થઈ ગઈ છે.સૈયદ રાજપરા, સીમર, માણેકપુર, ખડા, બંધારણ, સુલતાનપુર, દુધાળા જેવા ઓબીસી કોળી સમાજની પ્રચંડ બહુમતી ધરાવતા ગામોમાં છેલ્લા દોઢ દાયકાથી ભાવેશભાઈ ઉપાધ્યાય જિલ્લા પંચાયત સભ્ય તરીકે બિરાજમાન છે. ત્રણ ટર્મ ભાજપ અને એક ટર્મ કોંગ્રેસ ના વાવટા હેઠળ વિજય મેળવનાર ભાવેશભાઈ ની કાર્યશૈલી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ પ્રવર્તે છે.
ગામડે-ગામડે એક જ ચર્ચા છે કે, “ભાવેશભાઈ ચૂંટણી જીત્યા બાદ પંચવર્ષીય યોજનાની જેમ પ્રજા વચ્ચેથી અદૃશ્ય થઈ જાય છે. ચૂંટણીનો જ્યારે જંગ જામે ત્યારે જ મત મેળવા ઉમેદવાર બનીને ટપકી પડે છે.”ગ્રામજનો નો કડવો આક્ષેપ છે કે સત્તાના સિંહાસનેબિરાજ્યાબાદ તેઓ સામાન્ય માણસનો ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. છેલ્લા 15 વર્ષના શાસનકાળમાં જિલ્લા પંચાયત કક્ષાએથી સૈયદ રાજપરા બંદર જેવા અતિસંવેદનશીલ અને માછીમારી ઉદ્યોગ પર નિર્ભર વિસ્તારમાં એક પણ નોંધપાત્ર, લોકોપયોગી વિકાસકામનું નિર્માણ થયું નથી. પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી સીમરઅનેશાણાવાકીયા ગામે થયેલા નજીવા કામો પણ ‘લોટ-પાણીઅનેલાકડા’ જેવા ગુણવત્તાવિહીન સાબિત થયા છે. આમછતાં,માત્ર કમળના સિમ્બોલ અને ‘વિકાસપુરુષ’ કે.સી. રાઠોડના સબળ, સક્ષમ અને સર્વસ્પર્શી નેતૃત્વના જોરે જ તેમની ડૂબતી નૈયા ફરી એકવાર કિનારે આવી છે.
આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિવાદનું નૃત્ય ખેલાયુંહતું. ભારતી આશ્રમના મહંત ઋષિ બાપુ એ સભાયોજીહતી અને ચિરાગ ભાઈ ઝાલા જેવા મહાનુભાવો એ વિડીયો વાયરલકરીનેઓ.બી.સી.ઉમેદવારનેજીતાડવા નું જોર લગાવવામાં આવ્યું રાજકીય અખાડામાંઉતર્યા, છતાં જ્ઞાતિના નામે અસર શૂન્ય રહી.લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પોતાની વિકાસગાથા, સર્વસમાવેશક અને સર્વસ્પર્શી રાજનીતિના બ્રહ્માસ્ત્રથી જડમૂળથી ઉખાડી ફેંક્યું. તેમણે સૈયદ રાજપરા બંદરના વિકાસ, માછીમાર સમાજના પ્રશ્નો, બંદરના આધુનિકરણ,રસ્તા, લાઈટ, પાણી જેવી પાયાની સુવિધાઓ માટે દિવસરાત એક કરીને જે અવિરત કામગીરી કરી છે, તેના પરિણામે લોકોનો અતૂટ વિશ્વાસ સંપાદન કર્યો છે.આજવિશ્વાસ નું પ્રતિબિંબ એ છે કે સવર્ણ ઉમેદવાર હોવા છતાં ઓબીસી બહુમતી ધરાવતા આ વિસ્તારમાં ભાજપનો 3700 મતની જંગી, ઐતિહાસિક બહુમતી થી ભવ્ય વિજય થયો.
આજે સૈયદ રાજપરા પંથકનો બાળક-બાળક બોલે છે કે, “કામ બોલે છે, કે.સી. બોલે છે.” ધારાસભ્ય તરીકે છેલ્લા એક દાયકામાં તેમણે કોળી સમાજ સહિત સર્વ સમાજના ઉત્કર્ષ માટે જે ભગીરથ કાર્યો કર્યા છે, તેના કારણે જ તેઓ ‘વિકાસપુરુષ’ તરીકે જન-જનના દિલ માં વસી ગયા છે. તેમની કાર્યપદ્ધતિ એવી છે કે જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વિના છેવાડાના માનવી સુધી વિકાસની ગંગા પહોંચે. આ જ કારણ છે કે વર્તમાન સભ્યની ‘ગેરહાજર કામગીરી’ અને નિષ્ક્રિયતા સામે ભારે નારાજગી હોવા છતાં, માત્ર કે.સી. રાઠોડના નામ પર મતદારોએ કમળને મત આપીને ભાજપ પરનો પોતાનો ભરોસો અકબંધ રાખ્યો.ધારાસભ્યના કુશળ માર્ગદર્શન અને દીર્ઘદ્રષ્ટિ હેઠળ સૈયદ રાજપરાના વર્તમાન યુવા સરપંચભરતકામળીયા, પ્રકાશભાઈ બાંભણીયા, જેવા કર્મઠ યુવા નેતૃત્વએ ભાજપના ગઢને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધો છે. આ યુવા ટીમે ઘરે-ઘરેજઈનેસરકારનીયોજનાઓપહોંચાડી, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી ને ભાજપનો પાયો વધુ મજબૂત કર્યો છે. માણેકપુર, ખડા, સીમર, સંજવાપુર, સુલતાન જેવા ગામો પણ આજે કેસરિયા રંગે રંગાઈને ભાજપ સાથે ખભેખભો મિલાવીને ઉભા છે.
તાલુકા પંચાયત: લોકશાહીનું પર્વ અને યુવા નેતૃત્વનો વિજય
સૈયદ રાજપરા બંદર તાલુકા પંચાયત બેઠક પર કાકા ભીખાભાઈ ડાભી અને ભત્રીજા પ્રકાશભાઈ વચ્ચેનો રસપ્રદ ચૂંટણી જંગ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ચૂંટણી પરિણામ બાદ મતગણના સ્થળે બંને કાકા-ભત્રીજાએ સામે ચાલીને એકબીજાને ગળે લગાવી, વિજયની શુભેચ્છા પાઠવીને ભારતીય લોક શાહીની સુંદરતા અને પારિવારિક મૂલ્યોનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. યુવા અને શિક્ષિત ભત્રીજા પ્રકાશભાઈએ પ્રચંડ બહુમતીથી વિજય મેળવીને સાબિત કરી દીધું કે આવનારો સમય યુવા નેતૃત્વનો છે.
વિકાસ જીત્યો, જ્ઞાતિવાદ હાર્યો
આમ, સૈયદ રાજપરા જિલ્લા પંચાયત બેઠકનો વિજય જો કોઈને શિરે જાય છે તો તે એકમાત્ર કોળી સમાજ સહિત સર્વ સમાજમાં અપ્રતિમ પ્રભુત્વ, અમાપ લોક ચાહના ધરાવતા અને વિકાસને જ પોતાનો ધર્મ માનનારા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને જ જાય છે. વર્તમાન સભ્યની દોઢ દાયકા ની નિષ્ક્રિયતા, પ્રજાથી અળગા રહેવાની વૃત્તિ અને ‘ગેરહાજર કામગીરી’ સામે જનતામાં ભારે રોષ હોવા છતાં, માત્ર ‘કેસરિયો દમ’ અને ‘કે.સી. રાઠોડ’ના નામના કરિશ્મા પર ભાજપે આ બેઠક જાળવી રાખી છે.આ ચૂંટણી પરિણામે એક સંદેશો સ્પષ્ટપણે આપી દીધો છે કે 21મી સદીની પ્રજા હવે જાગૃત છે. તેને જ્ઞાતિ-જાતિના વાડામાં પુરાવા જોઈતા નથી, તેને વિકાસનો વિશ્વાસ જોઈએ છે. તેને ખોટા વાયદા નહીં, નક્કર કામ જોઈએ છે. અને આજ ના સમયમાં વિકાસ, વિશ્વાસ અને નક્કર કામનો જો કોઈ પર્યાય હોય તો તે એક જ છે – ‘કે.સી. રાઠોડ’.
