ઉનાની ગુલિસતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ HSC-2026માં મેળવી ઐતિહાસિક સફળતા

95.45% સાથે ક્ધયાઓનું 100%પરિણામ: 7 વિષયમાં 100% પરિણામ: અશવદ હુશેન શાહમદાર 75% સાથે શાળામાં પ્રથમ

ઉના શહેરની સુપ્રસિદ્ધ ગુલિસતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામ-2026માં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર પંથકનું નામરોશન કર્યું છે.
શાળામાંથી કુલ 22 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 21 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં શાળાનું ભવ્ય 95.45% પરિણામ આવ્યું છે.ખાસ ગૌરવની વાત એ છે કે શાળાની 11 ક્ધયાઓએ પરીક્ષા આપી હતી અને તમામ 11 ક્ધયાઓ સફળ થતાં ક્ધયા વિભાગનું 100% પરિણામ નોંધાયું છે. કુમાર વિભાગમાં 11 વિદ્યાર્થીઓમાંથી 10 પાસ થતા 90.91% પરિણામ આવ્યું છે.
શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ વિષયવાર પરિણામમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી છે. કુલ 11 વિષયોપૈકી7વિષયો માં શાળાએ 100%પરિણામ મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતા નો પરચો આપ્યો છે.100% પરિણામવાળા વિષયોમા ગુજરાતી, અર્થશાસ્ત્ર, ઓર્ગેનાઈઝેશન ઓફ કોમર્સ, સ્ટેટિસ્ટિક્સ, એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, સમાજશાસ્ત્ર ,ભૂગોળ જેવા મહત્વ ના વિષયો પર બાળકો એ પ્રભુત્વ જાળવી રાખી સિદ્ધી મેળવી હતી
શાળા ના તારલા તરીકે પ્રથમ ક્રમ અશવદ મહમ્મદ હુશેન શાહમદાર – 525/700 ગુણ – 75.00% દ્વિતીય ક્રમ મોસીન આસીફ જમરોટ- 510/700 ગુણ – 72.86% તૃતીય ક્રમ: – મનતસા અનવરભાઈ રહ્યા હતા વિશેષ ગુણો મા અર્થશાસ્ત્ર અશવદ મહોમદ હુશેન શાહમદાર – 89/100 એકાઉન્ટ: મનતશા અનવરભાઈ દીવેચા- 87/100 સ્ટેટિસ્ટિક્સ: સામયા – 79/100 માર્ક્સ સાથે કારકિર્દી મેળવી હતી હિન્દીમાં શામદાર રેહાના નાઝમીનબેન – 77/100 મેળવતાં આ ઐતિહાસિક સફળતા બદલ શાળાના સંચાલક મંડળ, આચાર્ય શિક્ષકગણ તથા વાલીમંડળે તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળાના આ ઉત્કૃષ્ટ પરિણામે ઉના પંથકમાં શિક્ષણજગતમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ