સામાન્ય પ્રવાહમાં દીવ જિલ્લાએ સતત ત્રીજી વાર બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો
જાહેર થયેલ ધો.12નું પરિણામમાં સાયન્સ પ્રવાહમાં 74.39 ટકા અને સામાન્ય પ્રવાહમાં 99.52 ટકા આવ્યા સાયન્સમાં કુલ 82 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાં 61 વિદ્યાર્થી્રઓ પાસ થયા અને 21 ફેલ થયા સામાન્ય પ્રવાહમાં 415 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી 413 વિદ્યાર્થીઓ પાસ થયા અને 2 વિદ્યાર્થીઓ ફેલ થયા સાયન્સ બાયલોજીમાં દીવ જિલ્લામાં ટોપર ફારૂકભાઈ મનસુરી જેના 78 ટકા દ્વિતિય સેજલ બોઘાભાઈ કામલીયા જેના 74.08 ટકા અને વેદાંત ગીરીશભાઈ મહેતા જેના 73.85 ટકા આવ્યા મેથ્સ ગ્રુપમાં પ્રથમ મહમદ યામીન મહમદ યાસીન જેના 83 ટકા દ્વિતિય રોશની નીતીન વૈશ્ય જેના 73.17 ટકા અને દ્વિતિય ધ્રુવ ચંદ્રકાંત આંજણી જેના 73 ટકા આવ્યા. સામાન્ય પ્રવાહમાં કોમર્સમાં પ્રથમ દ્વારકેસ પ્રવીણભાઈ બારીયા જેના 88.57 ટકા દ્વિતિય રૂપાલી વીરજીભાઈ કોટવાડિયા જેના 87.71 ટકા અને તૃતીય મહેકબાનુ શેખ જેના 85.86 ટકા આવ્યા. આર્ટસમાં પ્રથમ સેજલ ધીરૂભાઈ સોલંકી જેના 87 ટકા દ્વિતિય દેવાંગીબેન અરજણ લાખનોત્રા જેના 86.86 ટકા તૃતીય ખુશાલી અરજી બાંભણીયા અને પ્રાર્થના મહેશકુમાર સોલંકીને બંનેના 86.71 ટકા આવ્યા. સામાન્ય પ્રવાહમાં દીવ જિલ્લો સતત ત્રીજીવાર બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાત કર્યો.
