જીરા ગામના ગુજરનાર ભાર્ગવભાઈ વાવડીયાના વારસોનો વ્યાજ સાથે રૂ. 94,00,000/- નો કલેઈમ સાવરકુંડલાના એડવોકેટ એમ.એમ. બાવનકાએ મંજૂર કરાવ્યો હતો.ગત તા…06/05/2024 ના રોજ સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ગુજરનાર ભાર્ગવભાઈ વાવડીયાનું ભોરીંગડા ગામ પાસે એક બોલેરો ચાલક જેના રજી.નં. જી.જે.35 ટી. 0747 સાથે અકસ્માત થયેલ. જેની ફરીયાદ લીલીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માતની વિવિધ કલમથી ગુનો દાખલ થયેલ.જે અંગે સાવરકુંડલાના એડવોકેટ એમ.એમ. બાવનકાએ ગુજરનારના વારસદારો તથા માતા પિતા માટે સાવરકુંડલા મોટર એક્સીડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ સમક્ષ કોર્ટમાં એમ.વી.એકટની કલમ 166 મુજબ વળતર મેળવવા માટે કલેઇમ દાખલ કરેલ જે કલેઈમ ચાલી જતા ગુજરનાર ભાર્ગવભાઈ ઈન્કમટેકસ ભરતા હોય જેની રજુઆત થી તેમજ જુદાજુદા કોર્ટના ચુકાદાઓ રજુ રાખી અસરકારક દલીલો રજુ કરેલ.તા. 21/04/2026 ના રોજ સાવરકુંડલા મોટર એક્સીડેન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલના જજ સચિન એસ. શેઠી એ ગુજરનારના વારસદારો તરફે ચુકાદો આપેલ અને વારસદારોને કલેઈમ ની રકમ રૂા. 80,15,000/- + 9% ના વ્યાજ સાથેની રકમ ચુકવવાનો હુકમ કરેલ જે રકમ વ્યાજ સાથે અંદાજીત રૂા. 94,00,000/- અંકે રૂપિયા ચોરાણું લાખ જેવી થાય છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉનામાં પતિના આડા સંબંધો અને ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત
‘તુ મરી જા, તુ મને ગમતી નથી’ કહી પતિ આપતો હતો માનસિક ત્રાસ: ભાઈએ નોંધાવી પોલીસ... -
બોટાદમાં ઘરકામ અંગે ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી કિશોરીનું પરિવાર સાથે મિલન
1098 ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા કરાયેલી કામગીરી બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં કોલ કરી જાણ કરવામાં આવેલ કે એક... -
ભારતના સમુદ્ર ઉત્પાદનોની નિકાસ રૂ. 72000 કરોડને વટાવી સર્વકાલીન સ્તરે પહોંચી
ફ્રોઝન શ્રિમ્પનું મુખ્ય યોગદાન; ઞજઅ અને ચીન ટોચના આયાતકાર: પાંચ બંદરો ટોપ પર ભારતના સમુદ્રી ઉત્પાદનોના...
