દિવાનપરા ઉપાશ્રયની પવિત્ર ધન્ય ધરાને ઐતિહાસિક તિર્થભુમી પ્રસ્થાપિત કરાઇ

ધર્મનગરી રાજકોટમાં દિવાનપરા ઉપાશ્રયની પવિત્ર ધન્ય ધરાને ઐતિહાસિક “તિર્થભૂમિ” તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો. જૈન ઉપાશ્રય માટે આજરોજ ગૌરવ અને આસ્થાનું કેન્દ્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. વર્ષોથી તીર્થ સ્વરૂપે બા. બ્ર. પૂજ્ય શ્રી ઈન્દુબાઈ મહાસતીજી =7 “નાલંદા તિર્થધામ”એક શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે , હવે આજરોજ ગૌરવવંતા ગોંડલ સંઘાણી સંપ્રદાયના સમતાની મૂર્તિ, કવિયત્રી,કોકીલકંઠી બા. બ્ર. શ્રી કિરણબાઈ મહાસતીજીની=7 છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે… યોજાયેલ ગુણોત્સવમા “વડીલ વ્હાલોત્સવ” કાર્યક્રમ મધ્યે મહાવીર ભવન ખાતે શ્રી દિવાનપરા ઉપાશ્રયને “શ્રધ્ધા” અને આસ્થાનું કેન્દ્ર ગણી પાવન “તિર્થભુમિ”તરીકે પ્રસ્થાપિત કરી નવી ઓળખ સ્વરુપે ઉદ્ઘોષણાપ્રકરવામાં આવેલ. આ અવસરે ધર્મસભામાં ઉપસ્થિત સંઘાણી સંપ્રદાયના ઉત્સાહી પ્રમુખ શ્રી અશોકભાઈ કોઠારી સહિતના હોદ્દેદારો,પૂજ્ય મહાસતીજીઓ,શ્રી દિવાનપરા સંઘના હોદ્દેદારો તથા વિવિધ સંઘ-સંસ્થાના અગ્રણીઓ એવમ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રધ્ધાવંત ધર્મપ્રેમી જનતાએ આ દિવ્ય અવસરને… હર્ષભેર વધાવી ભવ્ય બનાવી ભાવવિભોર થઈ ધન્યતા અનુભવી હતી.
“સોનામાં સુગંધ ભળે” તેમ જૈન અગ્રણી , તત્વ ચિંતક શ્રી રાકેશભાઈ ડેલીવાળા જણાવે છે કે… હવેથી ધર્મનગરી રાજકોટમાં જ્યાં દિવ્ય ચેતનાની અનુભૂતિ થતી હોય એવી અલૌકિક 2- બે પવિત્ર સ્થળની “તિર્થધામ” તરીકે આગવી ઓળખ ઉભી થશે. 1-શ્રી નાલંદા “તિર્થધામ” 2-શ્રી દિવાનપરા “તિર્થભુમિ” રાજકોટનાં ઈતિહાસમાં આજનો દિવસ 2-05-2026 સુવર્ણ અક્ષરે/ અંકિત થશે. જે પાવન ભૂમિ ઉપર પાંચ- પાંચ પુણ્યવંતા દીર્ઘ પર્યાયધારી જ્ઞાન -દર્શન- ચારિત્ર અને તપથી શોભતાં અણસન આરાધક સયંમી આત્માઓ અપૂર્વ આરાધના કરી =7 જિન શાસનની આન-બાન અને શાન વધારી દેવલોક ગમન પામ્યા છે,એવી આ પવિત્ર ભૂમિ હવેથી”તિર્થભૂમિ” તરીકે ઓળખાશે

રિલેટેડ ન્યૂઝ