રાજકોટ સહિત રાજ્યભરમાં વધુ 251 નવી એસટી બસો દોડાવાશે

રાજકોટ ડિવિઝનને 36 નવી બસો ફાળવાશે

એસટી નિગમનાં રાજકોટ સહિત 16 વિભાગોમાં હવે ચાલુ માસનાં અંત સુધીમાં નવા વાહનોી ફરિવાર ફાળવણી કરવામાં આવનાર છે. તેવું નિગમનાં સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ચાલુ વર્ષમાં એસ.ટી.માં 1800થી વધુ નવા વાહનો આવનાર છે. જે પૈકી 251 નવી, એકસપ્રેસ, ગુર્જરનગરી અને મીની બસો સંપૂર્ણપણે તૈયાર થઇ ગઇ છે અને આ નવી બસો ટુંક સમયમાં જ સીએમ અને ડે.સી.એમ.ના હસ્તે જુદા- જુદા એસટી ડિવીઝનો ે ફાળવવામાં આવનાર છે. રાજકોટ એસટી વિભાગનાં સૂત્રોાં જણાવ્યા મુજબ રાજકોટ ડિવીઝનને પણ 36 નવી બસો ફાળવવામાં આવનાર છે. આ 36 પૈકી 26 એક્સપ્રેસ અને 10 મીની બસોો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ પણ નિગમે 251 નવા વાહનો જુદા-જુદા વિભાગોે ફાળવેલ હતા. ત્યારે હવે ચૂંટણીઓ પૂરી થઇ ગઇ છે. જ્યારે ફરી એકવાર નિગમનાં સતાવાળાઓ નવી બસો ાં કાફલાનું લોકાર્પણ કરનાર છે.
નોંધનિય છે કે, અગાઉ એસટી નિગમ નરોડા વર્કશોપ ખાતે પોતે જ નવા વાહનો તૈયાર કરતું હતું પરંતુ હવે એસ.ટી.ના સતાવાળાઓએ અશોક લેલન અને ટાટા જેવી કંપનીઓે ડાયરેક્ટ નવી બસો તૈયાર કરીને આપવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. આથી છેલ્લા કેટલાંક સમયથી નરોડા વર્કશોપ બંધ જેવી સ્થિતિમાં આવી ગયું છે.

રિલેટેડ ન્યૂઝ