રતનમહાલ, સુલપાનેશ્ર્વર, પુર્ણા વિસ્તારમાં સર્વે શરૂ
ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વાઘ વિનાની સ્થિતિ હતી, પરંતુ ફેબ્રુઆરી 2025થી રતનમહાલ અને આસપાસના વિસ્તારોમાં એક વાઘ સ્થાયી થયો છે. આ વાઘની હાજરીની પુષ્ટિ અને વધુ વાઘોની તપાસ માટે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ અધિકારી (ગઝઈઅ) એ વ્યાપક સર્વે અભિયાન શરૂૂ કર્યું છે. જૂન અથવા જુલાઈમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં 500 વન વિભાગના સ્ટાફ અને 250 કેમેરા ટ્રેપ્સનો ઉપયોગ કરવામાં આવશે. રતનમહાલ, પુર્ણા અને સુલપાનેશ્ર્વર વન્યજીવ અભ્યારણ્યોને આવરી લેતા આ સર્વેમાં માત્ર આ એક વાઘની જ નહીં, પરંતુ વધુ વાઘોની હાજરીની તપાસ કરવામાં આવશે. વાઘ મધ્યપ્રદેશના જંગલો સાથે જોડાયેલા વિસ્તારોમાં વારંવાર ફરે છે, તેથી એક માદા વાઘ અથવા અન્ય વાઘ હોઈ શકે તેવી શક્યતા છે. ગુજરાતના વન્યપ્રાણી પ્રમુખ મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે જણાવ્યું કે, આ ત્રણ અભ્યારણ્યોમાં આશરે 500 સ્ટાફ તૈનાત કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, એક વર્ષથી વધુ સમયથી આ વાઘ અહીં મેટિંગ પાર્ટનર વગર રહે છે, તેથી અન્ય વાઘ હોય તેવી શક્યતા નકારી કાઢવી જરૂૂરી છે.આ વાઘની ઉંમર આશરે 5 વર્ષની છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તે રતનમહાલ મધ્યપ્રદેશ સરહદ પર દેખાયો તો અને ત્યારથી અહીં સ્થાયી થયો છે. કેમેરા ટ્રેપ્સ અને સીસીટીવી દ્વારા તેની હિલચાલની સતત નોંધ લેવામાં આવી છે. ગુજરાત છેલ્લે 1989માં વાઘ સર્વેમાં સામેલ હતું, જેમાં પગના નિશાન જ મળ્યા હતા પરંતુ વાઘ જોવા મળ્યો નહોતો. 1992માં રાજ્યને વાઘવાળા રાજ્યોની યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. 2019માં એક વાઘ જોવા મળ્યો હતો, પરંતુ તે માત્ર 15 દિવસ જ રહ્યો હતો. આ વખતે વાઘના લાંબા સમય સુધી રોકાણને કારણે ગુજરાતને 2026ના ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટિમેશનમાં સ્થાન મળ્યું છે. સર્વે પછી આ વાઘને ટેગ કરવામાં આવશે અને રાષ્ટ્રીય સ્ટ્રાઈપ પેટર્ન ડેટાબેઝમાં નોંધવામાં આવશે. ગઝઈઅની ટીમ ગુજરાતના વનકર્મીઓને સ્ટ્રાઈપ આઈ ડેન્ટિફિકેશન સોફ્ટવેરની તાલીમ પણ આપશે.
