દૃેશમાં મોંઘવારીનું નવુ વિષચક્ર શરૂ: સીએનજી પ્રતિકિલો બે રૂપિયા વધ્યા
ભાવવધારો તાત્કાલિક અસરથી લાગુ:ઇરાન યુધ્ધથી ક્રુડત્ોલના વધેલા ભાવની પ્રથમ અસર: તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન મોંઘા થશે:જીવનજરૂરી ચીજોના ભાવમાં નવા વધારાના સંકેત
મિડલ ઇસ્ટમાં તનાવન્ો લઇન્ો ક્રુડ ઓઇલની િંકમતોમાં થયેલા વૈશ્ર્વિક વધારાન્ો કારણે દૃેશમાં ચાર વર્ષ પછી પ્ોટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે ત્રણ રૂપિયાના કરાયેલા વધારાન્ો પગલે દૃેશભરમાં પ્ોટ્રોલ પંપો પર વાહન ચાલકોનો પ્ોટ્રોલ-ડિઝલ ભરાવવા ધસારો સર્જાયો હતો.
ઈરાન યુદ્ધના કારણે અત્યંત મોંઘા થયેલા ક્રુડતેલ તથા પુરવઠાની પણ સમસ્યાથી વધેલા દૃબાણ બાદૃ આખરે સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવ પ્રતિલીટર રૂા.૩-૩ વધારો લાગુ કરી દૃીધો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદૃ હવે સીએનજી ના ભાવમાં પણ પ્રતિ કિલોએ ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિૃલ્હીમાં સીએનજીની િંકમત ૭૭.૦૯ રૂપિયાથી વધીને હવે ૭૯.૦૯ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
લાંબા સમયથી ઓઈલ માર્કેટીંગ કંપનીઓ મોંઘા ક્રુડતેલના ભારણે પેટ્રોલ-ડીઝલમાં કંપનીઓ અન્ડર રીકવરી (વેચાણમાં ખોટ)નો સામનો કરવી પડતી હતી અને સરકારના અંદૃાજ મુજબ ઓઈલ માર્કેટીંગ કંપનીઓને રોજની રૂા.૧૦૦૦ કરોડની ખોટ સહન કરવી પડતી હતી જે પુરી કરવા માટે પેટ્રોલ-ડિઝલના ભાવ ૧૫-૨૦ રૂા. પ્રતિલીટર વધારવા જરૂરી હોવાનો દૃાવો થતો હતો પણ સરકારે હાલ આંશિક બન્ને પેટ્રોલીયમ ઉત્પાદૃનોમાં હાલ પ્રતિ લીટર રૂા.૩-૩નો ભાવવધારો લાગુ કર્યો છે. જે દૃેશભરમાં લાગુ થઈ ગયા છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા હવે મોંઘવારીમાં પણ વધારો થશે તે નિશ્ર્ચિત છે. દૃેશની રાજધાની દિૃલ્હીમાં પેટ્રોલના નવા ભાવ ૯૭.૭૭ અને ડિઝલના નવા ભાવ રૂા.૯૦.૬૭ પ્રતિલીટર થયા છે તો કોલકતામાં પેટ્રોલ રૂા.૧૦૮.૭૪ અને ડિઝલ રૂા.૯૫.૧૩, મુંબઈમાં પેટ્રોલ રૂા.૧૦૬.૬૮ તથા ડિઝલ રૂા.૯૩.૧૪ અને ચેન્નઈમાં પેટ્રોલના નવા ભાવ રૂા.૧૦૩.૬૧ તથા ડિઝલ રૂા.૯૫.૨૫ હશે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા હવે સૌ પ્રથમ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે અને જાહેર ટ્રાન્સપોર્ટ જે ડિઝલના આધારે દૃોડે છે તેમાં મુસાફર-નુર-ભાડા વધી જશે. આ ઉપરાંત દૃેશભરમાં દૃોડતા માલવાહક ટ્રકોના ભાડા વધી જતા વધેલા પરિવહન ખર્ચ સીધો ગ્રાહકો પર જ આવશે. આમ મોંઘવારીનું નવું વિષચક્ર ચાલુ થશે. સ્કુલ બસોથી લઈને ટ્રાવેલ કંપનીઓ ટેકસી, બસ વિ.ના ભાડા પણ વધશે તે નિશ્ર્ચિત છે. સ્કુલના વેકેશન પુરા થતા જ વાલીઓએ સંતાનોના સ્કુલ, બસ, વાન માટે વધુ કિષ્મત ચુકવવા તૈયાર રહેવું પડશે તથા વ્યક્તિગત ઓફીસ, વ્યાપાર સ્થળોએ આવવા જવાનો ખર્ચ પણ વધી જશે. દૃેશના અનેક વિસ્તારોમાં વાહનો માટેના ગેસ-સીએનજીના ભાવ પણ વધારાયા છે. જો કે ગુજરાતમાં હજુ આ ભાવ વધ્યા નથી પણ ટુંક સમયમાં આ ભાવ વધારો ઉપરાંત ઘરેલુ ગેસના ભાવમાં પણ વધારો થશે તે નિશ્ર્ચિત છે.
