પાંચ દિવસની વિદેશયાત્રામાં મોદી પ્રથમ અબુધાબી પહોંચ્યા; ભારત-યુએઇ વચ્ચે મહત્ત્વના કરાર થયા

ગુજરાતના વાડીનારમાં શિપ રિપેર ક્લ્સ્ટર સ્થપાશે:પેટ્રોલિયમ રિઝર્વ અને એલપીજી સપ્લાય તથા રક્ષાક્ષેત્રે કરાર પર હસ્તાક્ષર

પીએમ મોદૃી શુક્રવાર, ૧૫ મેના રોજ તેમની પાંચ દૃેશોની વિદૃેશ યાત્રાના પ્રથમ તબક્કે અબુ ધાબી પહોંચ્યા છે. પીએમ મોદૃીનું વિમાનના યુનાઇટેડ આરબ એમિરેટ્સ (ેંછઈ)ના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ ત્યાંના હ્લ-૧૬ લડાયક વિમાનોએ તેમને એસ્કોર્ટ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર ઉતરતા જ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદૃ બિન જાયદૃ અલ નાહયાન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદૃીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દૃરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક દૃરમિયાન તેમણે તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાઓની સખત િંનદૃા કરી હતી અને ખાતરી આપી હતી કે ભારત હંમેશા યુએઈની સુરક્ષા માટે તેની પડખે ઉભું રહેશે. ખાસ કરીને વેપાર અને ઊર્જાના પુરવઠાને કોઈ નુકસાન ન થાય તે માટે તેમણે હોર્મુઝ સ્ટ્રેટને વહેલી તકે કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદૃીએ મુશ્કેલ સમયમાં ત્યાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા અને પરિવારની જેમ કાળજી લેવા બદૃલ રોયલ ફેમિલીનો દૃયપૂર્વક આભાર માન્યો હતો, જે બંને દૃેશો વચ્ચેના મજબૂત સંબંધો અને નવી વ્યૂહનીતિને દૃર્શાવે છે.

પાંચ દિૃવસના ગલ્ફના દૃેશો અને યુરોપના દૃેશોના પ્રવાસમાં આજે યુએઇના અબુધાબી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પહોંચ્યા હતા યુએઇ એરફોર્સના એક ૧૬ ફાઇટર જેટસ્ો પીએમ મોદૃીના વિમાનન્ો એસ્કોર્ટ કર્યું હતું. અબુધાબી પહોંચેલા ભારતના વડાપ્રધાન મોદૃીનું ગાર્ડ ઓફ ઓનર સાથે એરપોર્ટ પર યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદૃ બિન જાયદૃ નાહયાર્ન પીએમ મોદૃીન્ો ગળે લગાવીન્ો ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદૃીએ યુએઇના રાષ્ટ્રપતિન્ો પોતાના ભાઇ ગણાવ્યા હતા.

આ મુલાકાત દૃરમિયાન બંને દૃેશો વચ્ચે અનેક મહત્ત્વના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે:

  • સામરિક રક્ષણ ભાગીદૃારી: બંને દૃેશો વચ્ચે સૈન્ય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે રક્ષણ ક્ષેત્રે સમજૂતી થઈ.
  • ઊર્જા સુરક્ષા: વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ અને ન્ઁય્ના પુરવઠાને લઈને મહત્ત્વના કરાર થયા.
  • શિપ રિપેર ક્લસ્ટર: ગુજરાતના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે પણ સમજૂતી કરવામાં આવી છે.
  • ભારે રોકાણ: ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇમ્ન્ બેન્ક અને સન્માન કેપિટલમાં કુલ ૫ અબજ અમેરિકન ડૉલરના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.
    પીએમ મોદૃીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર રાષ્ટ્રપતિ નાહયાન સાથેની તસવીર શેર કરી તેમને ભાઈ કહીને સંબોધ્યા હતા અને ઉષ્માભર્યા સ્વાગત બદૃલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદૃાર છે અને ત્યાં ૪૫ લાખથી વધુ ભારતીયો વસે છે. પીએમ મોદૃીની આ યાત્રા ૧૫થી ૨૦ મે દૃરમિયાન ચાલશે, જેમાં યુએઈ બાદૃ તેઓ નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. આ યાત્રાનો મુખ્ય હેતુ વેપાર, ટેકનોલોજી, ઊર્જા અને ગ્રીન ડેવલપમેન્ટ ક્ષેત્રે ભારતની વ્યૂહનીતિને મજબૂત કરવાનો છે.

રિલેટેડ ન્યૂઝ