જો તમારુ નામ મતદાર યાદીમાંથી રદ થયુ હોય તો સાવધ થઈ જજો SIR સમયે ડીલીટ થયેલા નામો હવે ગૃહમંત્રાલયને મોકલાશે

સુપ્રીમ કોર્ટે આ તમામની નાગરિકતા નકકી કરવા સરકારને જણાવ્યું: જો ભારતીય સાબીત થશે તો ફરી મતદાર યાદીમાં નામ આવી જશે

સર્વોચ્ચ અદાલતે ચુંટણીપંચ દ્વારા કરવામાં આવેલી જઈંછ ની પ્રક્રિયાને બંધારણીય ગણાવીને હવે તે વિવાદનો અંત લાવ્યો છે તેની સાથોસાથ સુપ્રીમકોર્ટે જઈંછ ની પ્રક્રિયા દરમ્યાન જે કરોડો નામો મતદાર યાદીમાંથી દુર કર્યા છે અને તેની સામે કોઈ વાંધો ઉઠાવાયો નથી તે તમામ નામો આગામી ચાર સપ્તાહમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયને સુપ્રત કરી દેવા જણાવ્યુ છે અને હવે આ નામો પર કેન્દ્ર સરકાર નાગરિકતા ધારા 1955 મુજબ નિર્ણય લેશે. સર્વોચ્ચ અદાલતે આપેલો આ ચુકાદો મહત્વનો છે.
ખાસ કરીને કેન્દ્ર સરકાર હવે જે લોકો ગેરકાનુની રીતે ભારતમાં ઘુસી ગયા છે અને રહે છે તેમને પરત મોકલવા તથા સરહદો સુરક્ષિત કરવાની કાર્યવાહી શરુ કરી છે. મતદાર યાદીમાંથી જેના નામ રદ થયા છે તેઓ દેશના નાગરિક છે કે કેમ તે કેન્દ્ર સરકાર નકકી કરશે અને ચુંટણીપંચ આ પ્રકારના નામો સરકારને સુપ્રત કરશે. સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે જેઓ ભારતીય નાગરિક છે તે સાબીત થશે તો તેમના નામ ફરી એક વખત મતદાર યાદીમાં દાખલ કરવાના રહેશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે વિદેશી નાગરિકોની ઓળખ નિશ્ર્ચિત કરવા તથા ભારતીય નાગરિકો મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે આ જરૂરી છે અને તેમાં ચુંટણીપંચે હવે સરકારને આ નામો સોંપીને ગૃહમંત્રાલયના નિર્ણયની રાહ જોવાની રહેશે.

રિલેટેડ ન્યૂઝ