પશ્ર્ચિમ એશિયામાં યુધ્ધના તણાવની અસર હેઠળ વિવિધ માર્કેટમાં ઉથલપાથલનો દોર જારી રહ્યો હોય તેમ સોના-ચાંદીમાં આજે ગાબડા પડ્યા હતાં. ક્રૂડતેલમાં ફરી તેજીની ચમક જોવા મળી છે.
અમેરિકા-ઇરાન વચ્ચે યુધ્ધ વિરામ છતાં કાયમી સમાધાન થતું નથી. સામસામા હાકલા પડકારાની સાથોસાથ હુમલા પણ થતાં રહ્યા છે. સમાધાન ન થાય અને ફરી યુધ્ધનો ભડકો થવાની આશંકાથી વારંવાર ગભરાટ સર્જાયું છે. અમેરિકાના નવા હુમલાથી માનસ ફરી ખરડાયું હતું. ફરી યુધ્ધના મંડાણ થાય તો ક્રૂડ જેવી કોમોડીટીમાં રોકાણ વધશે તેવી ગણતરીઓ સોના-ચાંદીમાં મંદી થાય છે. યુધ્ધ સમાપ્ત થવાના સંજોગોમાં ફરી રોકાણ સોના-ચાંદીમાં આવી શકે એટલે યુધ્ધ સમાપ્તિના સંકેતો વખતે તેજી થઇ જાય છે. રાજકોટમાં આજે હાજર સોનુ 4550ના ગાબડાથી 156950 રહ્યું હતું. વિશ્ર્વબજારમાં ભાવ ગગડીને 4395 હતો. બકરી ઇદની રજાને કારણે વાયદો બંધ હતો.
