લીંબડીની નદીમાંથી પોલીસે ગેરકાયદેસર ખનનનો રૂા.1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહીનો દોર યથાવત છે. રાજકોટ રેન્જ આઇજીની સ્પેશિયલ ટીમ દ્વારા તાજેતરમાં કરાયેલી રેડ બાદ લીંબડી પોલીસે પણ સક્રિયતા દાખવી છે. પોલીસે ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર ખનનનો 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.લીંબડી પોલીસ ટીમે લીયાદ ગામ નજીક આવેલી ભોગાવો નદીમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા 3 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કુલ અંદાજે 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જપ્ત કરાયેલા વાહનો અને મશીનરી અંગે ખાણ અને ખનીજ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ, આ સમગ્ર મુદ્દામાલ અને કેસની વધુ કાર્યવાહી માટે મામલો ખાણ અને ખનીજ વિભાગને સુપરત કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ