સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહીનો દોર યથાવત છે. રાજકોટ રેન્જ આઇજીની સ્પેશિયલ ટીમ દ્વારા તાજેતરમાં કરાયેલી રેડ બાદ લીંબડી પોલીસે પણ સક્રિયતા દાખવી છે. પોલીસે ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર ખનનનો 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.લીંબડી પોલીસ ટીમે લીયાદ ગામ નજીક આવેલી ભોગાવો નદીમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા 3 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કુલ અંદાજે 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જપ્ત કરાયેલા વાહનો અને મશીનરી અંગે ખાણ અને ખનીજ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ, આ સમગ્ર મુદ્દામાલ અને કેસની વધુ કાર્યવાહી માટે મામલો ખાણ અને ખનીજ વિભાગને સુપરત કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રિલેટેડ ન્યૂઝ
-
સસલાનો શિકાર કરે તે પહેલા જ ફોરેસ્ટની જાળમા ત્રણ શિકારી ઝડપાયા: 30 હજારનો દંડ
ભારોલીના ડુંગરમાં અગાઉ સસલાનો શિકાર કર્યાનું શિકારીઓએ કબુલ્યું : ફોરેસ્ટર ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા સસલા મોર... -
હવે ગ્રા. પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ આજે તમામ જિલ્લાના કલેક્ટરો-ચૂંટણી પંચની વીડિયો કોન્ફરન્સ
રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા/જિલ્લા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે... -
કાળઝાળ ગરમીમાં રાહત: સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટા સાથે મેઘસવારી
જામ કંડોરણાના ચિત્રાવડમાં ધોધમાર વરસાદ : ગઢડામાં પવનના સુસવાટા સાથે વર્ષાથી માટીની મહેક પ્રસરી કાલાવડના નિકાવા,...
