ભારોલીના ડુંગરમાં અગાઉ સસલાનો શિકાર કર્યાનું શિકારીઓએ કબુલ્યું : ફોરેસ્ટર
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા સસલા મોર સહિતના પશુપંખીનો શિકાર થતો રહે છે.જેમાં આજે ફોરેસ્ટકર્મીઓને બાતમી મળીહતી કે દિહોર નજીક આવેલ ભારોલીના ડુંગરોમા સસલાનો શિકાર કરવા ત્રણ શિકારીઓ ફરી રહ્યા છે.જેને લઈ ફોરેસ્ટની ટીમે સ્થળપર દોડીજઇ ને શિકારીઓ શિકાર કરેતે પહેલા જ દબોચી લીધા હતા.રોકડ દંડ વસુલ્યો હતો.
ફોરેસ્ટર ઇન્દુભા ગોહિલ પાસેથી મળતી વિગતો મુજબ હમીપરા ગામના શૈલેષ પરમાર,અરજણ મકવાણા,દિપક મકવાણા ભારોલી ગામના ડુંગરોમા સસલાના શિકાર માટે શિકાર કરવાના સાધનોસાથે ફરીરહ્યા છે.આ બાતમીના આધારે વનયજીવ રેન્જના તમામકર્મીઓ ની ટીમ બનાવી તાત્કાલિક શિકારીઓને ઝબ્બે કરવા ઓપરેશન હાથ ધર્યું હતું.
સંયુક્ત રીતે હાથ ધરાયેલ ઓપરેશનમાં શિકારીઓ શિકાર કરે તે પહેલાંજ ફોરેસ્ટની ટીમના હાથે ઝડપાઇગયા હતા.ફોરેસ્ટની પૂછપરછમા આરોપીઓએ કબુલ્યું હતું કે અગાઉ બે વખત શિકાર કરેલ હતો.રૂ.30000/- નો રોડક દંડ વસુલવામાં આવ્યો હતો.
શિકારીઓ વિશે બાતમી આપવા અપીલ
વન્યજીવોનું રક્ષણ કરવું એ માનવીય રીતે દરેક વ્યક્તિની ફરજ છે. તળાજા પંથકમાં થતા શિકારને લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા આમ જનતાને અપીલ કરવામા આવી છે કે શિકાર અને શિકારી બાબતે કોઈપણ બાબતની જાણકારી હોય તો પશુઓને બચાવવા માટે ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક માહિતી આપવામા આવે.
