ધારાસભ્ય મુળુભાઇ બેરાના પ્રયાસથી સરકારે યોજનાના ખર્ચને સૈદ્ધાંતિક મંજુરી આપી
ચોમાસામાં ઘી અને હાપી નદીના દરિયામાં વહી જતું પાણી અટકાવવા માટે ન્યુ સલાયા બંધારા યોજના ઘડવામાં આવી છે. રાજય સરકાર દ્વારા ન્યુ સલાયા બંધારા યોજનાના રૂા.67 કરોડના ખર્ચ માટે સૈદ્ધાંતીક મંજુરી આપી છે. ધારાસભ્ય મુળુભાઇ બેરાના પ્રયાસોને સફળતા મળી છે. આ યોજનાથી સાત ગામની ખેતીની જમીનને ફાયદો થશે. ખંભાળિયાના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના પ્રયાસોથી સલાયા ગોઈંજ વચ્ચેના વિસ્તારમાં ન્યૂ સલાયા બંધારા યોજનાના નિર્માણ કાર્યને સૈધાંતિક મંજૂરી મળી છે. આ યોજના માટે 67 કરોડના ખર્ચને રાજ્યસરકાર દ્વારા સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી સલાયા, ગોઈંજ, કોઠા વિસોત્રી, કુબેર વિસોત્રી, ચુડેશ્વર, કાલાવડ સીમાણી, સોડસલા જેવા અનેક ગામને સિંચાઈનો સીધો લાભ મળશે. સલાયા અને ગોઈંજ વચે જ્યાં હાલ કોઝવે આવેલ છે.આ કોઝવેમાં ઘી નદી અને હાપી નદીના જળ ભરાઈ અને દરિયામાં ભરી જાય છે.આ જળને અટકાવવા અને વિસ્તારના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવા તથા સમુદ્રના પાણીને રિવર્સ આવતું અટકાવવા ધારાસભ્ય દ્વારા આ પ્રશ્ને રાજ્ય સરકાર સમક્ષ મૂક્યો હતો જે બાબતે રાજ્ય સરકાર દ્વારા આ ન્યૂ સલાયા બંધારા યોજનાના નિર્માણ કાર્યને સૈધાંતિક મંજૂરી આપી અને આ કાર્ય માટે 67 કરોડ રૂપિયાના ખર્ચને પણ સૈધાંતિક મંજૂરી આપી છે.
