ઉનાના રહેણાંક મકાનમાં ઘુસેલા ઝેરી કોબ્રાનું કરાયું સફળ રેસ્ક્યુ

સ્નેક કેચર અશોકભાઇ ચૌહાણે જીવના જોખમે પીવડાવ્યું પાણી- બાદમાં જંગલમાં કર્યો મુક્ત

ઉના તાલુકાના રામેશ્વરના પાટિયાપાસેઆવેલામનુભાઈ રબારીના રહેણાંક મકાનમાંથી એક અતિ ઝેરી કોબ્રા સાપ મળી આવતાં પરિવારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, સ્નેક કેચર અશોકભાઈ ચૌહાણની સમય સૂચકતા અને માનવતાભર્યા કાર્યથી સાપનું સફળ રેસ્ક્યુ થયું હતું અને એક અનોખો, હૃદયસ્પર્શી નજારો પણ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મનુભાઈ રબારીના પરિવારને ઘર માં ઝેરી કોબ્રા સાપ નજરે પડતાં જ તેઓ ગભરાઈગયા હતા.પરિવારે તાત્કાલિક ધોરણે ઉનાના જાણીતા સ્નેક કેચર અશોકભાઈ ચૌહાણ નો સંપર્ક કર્યો હતો. અશોક ભાઈ ઘટનાસ્થળે પહોંચી ખૂબજ સાવચેતી અને કુશળતા પૂર્વક ઝેરી કોબ્રાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.
રેસ્ક્યુ બાદ એક અત્યંત હૃદયસ્પર્શી અને અનોખું દૃશ્ય સર્જાયું હતું. કાળઝાળ ગરમી અને ઉનાળાના તાપ ને કારણે રેસ્ક્યુ કરાયેલો કોબ્રા સાપ ખૂબ તરસ્યો જણાતો હતો. સ્નેક કેચર અશોકભાઈચૌહાણેમાનવતા દાખવી પોતાના જીવના જોખમે પાણીની બોટલ વડે કોબ્રા ને પાણી પીવડાવ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે સામાન્ય રીતે આક્રમક ગણાતા કોબ્રાએ અશોકભાઈ પર કોઈ હુમલો કર્યા વગર સંપૂર્ણ નિરાંતે બોટલમાંથી પાણી પીધું હતું. તરસ છીપાયા બાદ કોબ્રા શાંત પડી ગયો હતો. આ માનવતા અને વન્યજીવ વચ્ચેના વિશ્વાસના દૃશ્યે હાજર સૌ કોઈને ભાવવિભોર કરી દીધા હતા.તરસ્યા કોબ્રાને પાણી પીવડાવ્યા બાદ સ્નેક કેચર અશોકભાઈ ચૌહાણે વન વિભાગની માર્ગદર્શિકા મુજબ સાપને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં સહી સલામત મુક્ત કર્યો હતો. અશોકભાઈ ચૌહાણે જણાવ્યું કે, ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે સાપ સહિતના વન્યજીવો પાણીની શોધમાં ઘણીવાર માનવ વસાહતમાં ઘૂસી આવે છે. તેઓ તરસથી ખૂબ ત્રસ્ત હોય છે.આવા સમયે ગભરાવાને બદલે સંયમ રાખી તંત્ર કે સ્નેક કેચરને જાણ કરવી જોઈએ.વન્યજીવો પણ આપણા પર્યાવરણનો હિસ્સો છે, તેમના પ્રત્યે સંવેદના રાખવી જરૂરી છે.
જીવદયા એ જ સાચી પ્રભુસેવા ઉનાની આ ઘટનાએ સાબિત કરી આપ્યું કે વન્યજીવો પ્રત્યેની સંવેદના અને સૂઝબૂઝથીમોટી દુર્ઘટના ટાળી શકાય છે. કાળઝાળ ઉનાળામાં મૂંગા જીવોની તરસ છીપાવવી એ પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.

રિલેટેડ ન્યૂઝ