સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૬ ક્વાર્ટર (નાણાકીય વર્ષ ૨૦૨૭ ના બીજા ક્વાર્ટર) માટે તમામ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દૃરોની જાહેરાત કરી દૃીધી છે. સરકારે કોઈપણ યોજનાના વ્યાજ દૃરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમામ સ્મોલ સેિંવગ સ્કીમ પર પહેલા જેટલું જ વ્યાજ મળતું રહેશે. આ વ્યાજ દૃરો એપ્રિલ-જૂન ૨૦૨૬ ના ક્વાર્ટર જેટલા જ સમાન રહેશે.
યોજનાઓના વ્યાજ દૃર અંગે નાણા મંત્રાલયે શું કહૃાું?
નાણા મંત્રાલયના ઈકોનોમિક ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેર કરેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ક્વાર્ટર માટે વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દૃરો નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટર જેટલા જ યથાવત રહેશે. આ નિર્ણયનો અર્થ એ છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ , સીનિયર સિટીઝન સેિંવગ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ યોજના , નેશનલ સેિંવગ્સ સર્ટિફિકેટ અને પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ જેવી લોકપ્રિય સરકારી બચત યોજનાઓમાં રોકાણ કરનારા રોકાણકારોને સપ્ટેમ્બર ક્વાર્ટર દૃરમિયાન સમાન રિટર્ન મળતું રહેશે.
જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૬ ક્વાર્ટર માટે વ્યાજ દૃરો
સીનિયર સિટીઝન સેિંવગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી મુખ્ય નાની બચત યોજનાઓમાં વાર્ષિક ૮.૨ ટકા નું સૌથી વધુ વ્યાજ મળશે.
નેશનલ સેિંવગ્સ સર્ટિફિકેટ પર ૭.૭ ટકા નો વ્યાજ દૃર મળી રહૃાો છે. જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર વાર્ષિક ૭.૧ ટકા નો વ્યાજ દૃર યથાવત રાખવામાં આવ્યો છે.
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ પર ૭.૪ ટકા નો વ્યાજ દૃર ચાલુ રહેશે. કિસાન વિકાસ પત્ર પર ૭.૫ ટકા નો વ્યાજ દૃર છે અને આ રોકાણ ૧૧૫ મહિનામાં મેચ્યોર થશે.
જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૬ માટે લઘુ બચત યોજનાના વ્યાજ દૃર
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ – ૭.૧ ટકા
સીનિયર સિટીઝન સેિંવગ સ્કીમ – ૮.૨ ટકા
સુકન્યા સમૃદ્ધિ યોજના – ૮.૨ ટકા
નેશનલ સેિંવગ્સ સર્ટિફિકેટ – ૭.૭ ટકા
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ – ૭.૪ ટકા
કિસાન વિકાસ પત્ર – ૭.૫ ટકા
૧ વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ – ૬.૯ ટકા
૨ વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ – ૭.૦ ટકા
૩ વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ – ૭.૧ ટકા
૫ વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ – ૭.૫ ટકા
૫ વર્ષની પોસ્ટ ઓફિસ રિકિંરગ ડિપોઝિટ – ૬.૭ ટકા
