કેબીનેટ વિસ્તરણ કયારે! તા.11 સુધી મોદી-મુર્મુના શેડયુલ ટાઈટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબીનેટના વિસ્તરણની ચર્ચા છે પણ આવતીકાલથી શરૂ થતા નવા માસમાં રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન બન્નેના શેડયુલ ટાઈટ છે અને તેથી કેબીનેટ વિસ્તરણ માટે યોગ્ય તારીખ મળશે કે કેમ તે પ્રશ્ર્ન છે. સંસદના ચોમાસુ સત્ર પુર્વે આ વિસ્તરણ થશે તેવી ચર્ચા છે. તા.20 જુલાઈ આસપાસ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે તેવો અંદાજ છે જે આ સપ્તાહમાં જ જાહેર પુરો કાર્યક્રમ જાહેર થઈ જશે.

આગામી સત્રમાં નવા સિમાંકન અને બાદમાં એક દેશ એક ચુંટણીનો એજન્ડા મંજુર કરાવવા કવાયત
રાજયસભામાં સરકાર બે તૃતીયાંશ બહુમતીની નજીક: લોકસભામાં હજુ અઘરૂ

રાજયસભામાં નવા સભ્યોએ શપથ લેતા એનડીએની સંખ્યા 141: ન્યુટ કરાયેલા અને અપક્ષો સાથે આવે તો 151 થઈ જશે

કેન્દ્રની મોદી સરકાર સંસદના ચોમાસુ સત્ર પુર્વે બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી લેવા માટે આતુર છે અને જે રીતે ખાસ સત્રમાં નવા સિમાંકન ખરડો મંજુર ન થઈ શકયો તે હવે મંજુર કરાવવા ઉપરાંત ભવિષ્યમાં એક દેશ એક ચુંટણીનો એજન્ડા અમલમાં મુકવા પણ બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી હોય તે જરૂરી બનાવાઈ રહી છે તે સમયે મહિલા આરક્ષણ અને સિમાંકન બંનેને 2029થી જ લાગુ કરવા માટે આગામી દિવસોમાં નવા વ્યુહ જોવા મળશે. એક વખત સરકારને પોતાની બહુમતી નિશ્ર્ચિત છે તે સંતોષ થશે પછી આ તમામ ખરડાઓ સંસદમાં રજુ કરાશે. હાલ તો લોકસભામાં એનડીએ પાસે 300 બેઠકો છે. ત્રણ બેઠકો ખાલી છે અને તેથી સરકાર હવે ડીએમકેને મનાવવા માટે આગળ વધી રહી છે. તમામ રાજયોમાં 50 ટકા બેઠક વધશે તેવી ગેરેન્ટી સરકાર આપીને ડીએમકેને સાથે લઈ શકે છે. બીજી તરફ રાજયસભામાં નવા ચુંટાયેલા સભ્યોએ શપથ લેતા જ આ ગૃહમાં એનડીએની સંખ્યા 141 થઈ છે. કુલ 245 સભ્યોમાં જો નોમીનેટ કરાયેલા અને અપક્ષ સાંસદોનું સમર્થન મળે તો આ સંખ્યા 151 થઈ જશે જે 164 મતોના બે તૃતીયાંશ બહુમતીથી અત્યંત નજીક છે. હવે બીજુ જનતાદળના પાંચ, વાઈએસઆર કોંગ્રેસના ચાર સભ્યો પર નજર છે અને તેનું સમર્થન મળી જાય તો 160 સુધી સભ્ય સંખ્યા પહોંચી શકે છે. આમ રાજયસભાનું ગણીત થોડુ સહેલુ છે. લોકસભામાં હવે સરકાર કઈ રીતે આગળ વધે છે તેના પર નજર છે.

રિલેટેડ ન્યૂઝ